<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારતના યશસ્‍વી અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો આવતીકાલે જન્‍મદિવસ : ૪ ટ્રિલિયન ડોલર સાથે ચોથી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનતું ભારત * હેડલાઈન પર નહિ, ડેડલાઈન પર કામ કરે છે મોદી * વિકાસના અવનવા રેકોર્ડ સર્જતાં મોદી * દુનિયાનો સૌથી મોટો બ્રિજ-ચેનાબ બ્રિજ * દુનિયાની સૌથી મોટી ટનલ-અટલ ટનલ * દુનિયાનું સૌથી મોટું કન્‍વેનશન સેન્‍ટર યશોભુમિ * ચૂંટણી જંગના અપરાજિત નેતા ‘ઓપરેશન સિંદૂર' દ્વારા સરહદી જંગમાં પણ છવાયા * આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતનો સતત વધતો દબદબો * બ્રિક્‍સ સમિટમાં મોદીની ગ્‍લોબલ લીડરની ભૂમિકા *ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધુ ઝડપે વધતું અર્થતંત્ર * ઇન્‍ડિયા ફર્સ્‍ટનો નવો નારો આપતા મોદી * વડાપ્રધાન મોદીનો વિશ્વ ને સંદેશ ‘યે નયા ભારત હે ઝુકેગા નહિ'12:01 PM IST

સોનીબજારમાંથી બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ ચોરી ‘છૂ' : દાગીના બનાવવાના કામે રહ્યાની પ્રથમ રાતે જ ‘કળા' કરીઃ રામનાથપરાના રૂમમાં સાથેના બીજા કારીગર પાસે ચાવી હોઇ તે ચોરી લઇ દૂકાને પહોંચી તાળા ખોલી હાથફેરો કરી ગયોઃ ચાર મહિના સુધી ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરાઇઃ રાજકોટ પ્રહલાદ પ્‍લોટમાં રહેતાં શ્રીહરિ ઓર્નામેન્‍ટવાળા તરૂણભાઇ પાટડીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે પશ્ચિમ બંગાળના શફીફુલ શેખ વિરૂધ્‍ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરીઃ આઠેક મહિનાથી કામ કરતાં બંગાળના જાહીદ ઉર્ફ રાજ મલિકની ભલામણની નોકરીએ રાખ્‍યો હતોઃ આધાર કાર્ડ કાલે આપશે એવું શફીફુલે કહ્યું: પણ રાતે જ ચોરી કરી ભાગી ગયો3:54 PM IST

સાધુ વાસવાણી રોડ પરના વેપારી તુષારભાઇને છેતરી શૈલેષ નામનો ગઠીયો સિંગતેલના ડબ્‍બા ઉઠાવી ગયો : ૧૧ ડબ્‍બા તુલસી સુપર માર્કેટ પાસેની મારી ફરસાણની દુકાને ઉતારી ૪ ડબ્‍બા લઇ રૈયા આવો તેવુ કહ્યું: વેપારી રૈયા ગયા ત્‍યાં પાછળથી ૧૧ ડબ્‍બા રિક્ષામાં ભરી ગયો જામજોધપુર મીલના સંચાલક સંદિપ કાંજીયાને ફોન કરી કહ્યું-હું તમારા ગામનો છું, રાજકોટમાં મારે સીંગતેલ લેવું છેઃ જેથી સંદિપે રાજકોટ રહેતાં પિત્રાઇ તુષાર કાંજીયાના નંબર આપતાં ગઠીયાએ તેને ફોન જોડી છેતરપીંડી કરી લીધી ફરસાણની દૂકાનવાળાએ ગઠીયાએ અગાઉથી કહી દીધેલું કે-હું સામે જ રહું છું, મારા તેલના ડબ્‍બા આવે તે થોડીવાર માટે અહિ ઉતારવા દેજોઃ રિક્ષા ભાડે કરી જીવરાજ પાર્ક તરફ ગયાની માહિતી પોલીસને મળી2:19 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST