<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

વાપીમાં પ્રેમપ્રકરણને કારણે થયેલી મારામારીમાં યુવક બાદ યુવતીનું મોત: બેવડી હત્યાનો ગુન્હો

પૂર્વ પ્રેમીએ વર્તમાન પ્રેમી યુગલ પર હુમલો કર્યો હતો: યુવકને ચપ્પુના ગંભીર ઘા વાગતા તેનું સ્થળ પર જ મોત થયું હતું

વાપીમાં પ્રેમપ્રકરણને કારણે સર્જાયેલી મારામારીમાં યુવક બાદ યુવતીનું પણ મોત નિપજ્યું છે, જેના કારણે આ કેસમાં બેવડી હત્યાનો ગુનો નોંધાયો છે. આ ઘટનામાં પૂર્વ પ્રેમીએ વર્તમાન પ્રેમી યુગલ પર હુમલો કર્યો હતો. આ મારામારી દરમિયાન યુવકને ચપ્પુના ગંભીર ઘા વાગતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન તેણે પણ અંતિમ શ્વાસ લીધા. પોલીસે આ બંને હત્યાને ગંભીરતાથી લઈને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

(12:10 AM IST)