<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

લીંબડી પાસેના પંજાબી ઢાબામાં પાર્ક રાજસ્‍થાની ટ્રકમાંથી સાડા પંચાવન લાખનો દારૂ ઝડપાયો

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૬: સુરેન્‍દ્રનગર જીલ્લો જાણે કે દારૂનું હબ બની ગયો હોય એવું સુરેન્‍દ્રનગર જિલ્લામાં જોવા મળે છે અવારનવાર એસએમસી દ્વારા દરોડા પાડી અને સફળતા પ્રાપ્ત કરી અને દારૂને ઝડપી પાડવામાં આવે છે ત્‍યારે  તંત્ર સામે અનેક સવાલો ઉત્‍પન્ન થઈ રહ્યા છે ત્‍યારે ફરીવાર એસએમસીએ દરોડા પાડ્‍યા છે અને લીંબડી તાલુકાના જાખણ ગામ પાસે આવેલા પંજાબી પવન ઢાબા નામના ર્પાકિંગમાં પડેલા રાજસ્‍થાનના ટ્રક ને તલાસી લેવામાં આવતા તેમાં વિદેશી દારૂ મળી આવ્‍યો હતો.

ઝડપાયેલા મુદ્દા માલ માં વિદેશી દારૂની બોટલો ૨૮,૭૪૪ કિંમત રૂપિયા ૫૫.૪૭ ૫૯૨ તેમજ વાહન એક રૂપિયા ૨૫૦૦.૦૦૦ તેમજ મોબાઈલ નંગ ત્રણ ૧૦૫૦૦ કવરિંગ મટીરીયલ બેગ ૪૧૦ કિંમત ૪.૧૦,૦૦૦ તેમજ રોકડ રકમ ૧૯૦૦ રૂપિયા મળી અને કુલ મુદ્દા માલ ૮૪. ૬૯. ૯૯૨ સાથેનો મુદ્દામાલ જપ્ત કરી હરપાલસિંહ નારાયણસિંહ રાવત રહેવાસી દેપાલી બડા ખેડા જિલ્લો રાજસ્‍થાન ટ્રકનો ડ્રાઇવર તેમજ ભુપેન્‍દ્રસિંહ રાવત રાજસ્‍થાન ટ્રકનો કલીયર સહિત બે વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી છે.

જયારે (૧) કરતારસિંહ રહે.- અજમેર, રાજસ્‍થાન  (મુખ્‍ય આરોપી, IMFL ના સપ્‍લાયર) (૨) સુરેન્‍દ્રસિંહ રાવત રહે.-બગડી કલાલીયા દી- પાલી, રાજસ્‍થાન (મુખ્‍ય આરોપીના ભાગીદાર) (૩) ચંદીગઢ ખાતે અજાણ્‍યો વ્‍યક્‍તિ જેણે ટ્રક ડ્રાઈવરને સોંપી હતી અને ચોટીલા ખાતે IMFL નો અજાણ્‍યો રીસીવર વ્‍યક્‍તિને ફરાર જાહેર કરાયા છે.

(1:17 PM IST)