News of Tuesday, 16th September 2025
રાજકોટમાં શુક્રવારે ‘જિગરા'ના ગરબાથી નવરાત્રિનો માહોલ જામશે
આર.આર.ઈવેન્ટ્સ અને કેમ્પેઈન ઍડ દ્વારા જિગરદાન ગઢવીના પ્રિ-નવરાત્રી ગરબા કોન્સર્ટનું આયોજનઃ તાત્કાલીક ટિકિટ મેળવી લેજા

રાજકોટઃ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અને યુવા હૈયાના ધબકાર, જિગરદાન ગઢવી, જેઓ ‘જિગરા'ના નામથી લોકપ્રિય છે, રંગેરસા ૨૦૨૫ અંતર્ગત ભવ્ય પ્રિ નવરાત્રી ગરબા કોન્સર્ટનું આયોજન રાજકોટમાં થવા જઈ રહ્યું છે. પરંપરાગત ગરબા અને આધુનિક સંગીતનું અત્યંત મિશ્રણ પૂરું પાડતી આ સંગીતમય સાંજ તા.૧૯ સપ્ટેમ્બર શુક્રવારના રોજ મોમેન્ટ્સ પાર્ટી લોન્સ, રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમ નવરાત્રિની ઉજવણી પહેલાં જ શહેરભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ ફેલાવશે.
જિગરદાન ગઢવીએ ગુજરાતી સંગીતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમના સુરીલા અવાજ અને યુવા પેઢી સાથે સીધો જોડાણ ધરાવતા ગીતોએ તેમને ઘર-ઘર સુધી પહોંચાડયા છે. વ્હાલમ આવો ને, ‘તારી આંખોનો અફીણી', 'મોંઘેરા મહેમાન', અને ‘પ્રેમજી' જેવી ફિલ્મોના હિટ ગીતો થકી તેઓ આજે ગુજરાતી સંગીત જગતના ટોચના કલાકારોમાં સ્થાન ધરાવે છે. ગુજરાત સહિત દેશ અને વિદેશમાં તેઓ અનેક કાર્યક્રમો રજૂ કરી ચૂક્યા છે, તેમના ગીતોમાં ગુજરાતની માટીની મહેક અને આધુનિક સંગીતની ટેકનોલોજીનું મિશ્રણ જોવા મળે છે.
રાજકોટના ગરબા રસિકોને તેમના હિટ ગીતો અને પરંપરાગત ગરબાના તાલ પર ઝૂમવાની અનોખી તક મળશે. આ કોન્સર્ટમાં તેઓ તેમના લોકપ્રિય અને નવા ગીતો પણ રજૂ કરશે, જે શ્રોતાઓને મોડી રાત સુધી જકડી રાખશે. ગુજરાતના લોકસંગીત અનેગરબા જગતમાં જિગરદાન ગઢવીનું નામ એક વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ માત્ર એક ગાયક નહીં પરંતુ પરંપરાગત લોકસંગીત અને આધુનિક સંગીત વચ્ચે એક સુંદર પુલ છે. તેમના અવાજમાં ગામડાંની સુગંધ હોય છે અને તે સાથે યુવાનો માટે પણ તાજગી અને ઉમંગ ભરેલી ધૂનો મળે છે. જ્યાં તેમના ગીતોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જિગરદાન ગઢવી પોતાની લોકગીતોને નવી શૈલીમાં રજૂ કરીને એક નવું સંગીતયુગ સર્જી રહ્યાં છે. તેઓ ગરબા પ્રેમીઓને મનોરંજક, ઊર્જાસભર અને યાદગાર અનુભવ આપવાના હેતુથી રાજકોટમાં આવી રહ્યા છે. તેમના કાર્યક્રમ દરમિયાન પરંપરાગત ગરબા ગીતો સાથે નવીન અને ઊર્જાસભર સંગીતનો અવિસ્મરણીય સંયોજન જોવા મળશે.
આ ભવ્ય ગરબા કોન્સર્ટનું આયોજન આર. આર. ઇવેન્ટ્સ અને કેમ્પેઇન એડ દ્વારા કરવામાં આવ્યું છે. આ બંને સંસ્થાઓ મોટા પાયાના કાર્યક્રમોના આયોજન માટે જાણીતી છે. તેમની સાથે રાસ વિલા પણ આ કાર્યક્રમના સહ-આયોજક તરીકે જોડાયેલા છે. આ આયોજકોએ દર્શકો માટે સુરક્ષિત અને યાદગાર અનુભવ સુનિヘતિ કરવા માટે તમામ તૈયારીઓ કરી છે.
કાર્યક્રમ દરમિયાન દર્શકો માટે સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારની વાનગીઓની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા રમ્યા પછી દરેક માટે ગરમાગરમ નાસ્તા, પરંપરાગત ગુજરાતી વાનગીઓ, સ્ટ્રીટ ફૂડ તેમજ હેલ્થી અને ખાસ ડાયેટ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. અહીં ગરમ ઢોકળા, ખમણ, પાંઉ ભાજી, પિઝા, પાવભાજી, ફાફડા-જલેબી સાથે વિવિધ સ્વાદીષ્ટ પીણાં સુધી બધું મળશે.
કોર્ન્સ્ટનું સ્થળ મોમેન્ટ્સ પાર્ટી લોન્સ, રાજકોટ છે, વિશાળ જ્ગયામાં પ્રેક્ષકો આરામથી ગરબાનો આજંદ માણી શકે. કાર્યક્રમની ટિકિટો સ્પોર્ટ્સવિલા અને બુક માય શો પરથી ઓનલાઈન ઉપલબ્ધ છે. સત્તાવાર રેડિયો પાર્ટનર તરીકે રેડિયો મિર્ચી અને ગાના જોડાયા છે, આ ઉપરાંત, સત્તાવાર હોસ્પિટાલિટી પાર્ટનર ફિનિક્સ રિસોર્ટ અને સત્તાવાર ફોટોગ્રાફી પાર્ટનર સિટી ફલેશ છે.
ટેબલ બુકિંગ, ટિકિટ બુકિંગ તેમજ વધુ વિગત માટે રાજ રાજાણીનો (મો.૮૫૩૦૦ ૩૪૫૯૪) પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કેમ્પેઈન એડના કુશલ શાહ, ધર્મેશ શાહ, આર.આર. ઈવેન્ટ્સના રાજ રાજાણી નજરે પડે છે.
(3:17 PM IST)










