તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 16th September 2025
કાલે નરેન્દ્રભાઇના જન્મદિવસ નિમિતે રેસકોર્ષ મેદાનમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પઃ કેન્સર-કિડની સહિતની બાબતે નિદાન
કલેકટરે વિવિધ કમિટી બનાવીઃ સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાનનો પણ પ્રારંભ થશે

રાજકોટ, તા.૧૬: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ‘‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર'' અભિયાનનો પ્રારંભ થશે. જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના અનુસંધાને રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી ડો.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ કાર્યક્રમની રૂપરેખા, બેઠક વ્યવસ્થા, વીજપુરવઠો, વ્હીકલ ર્પાકિંગ, લાભાર્થી સંવાદ સહિતની બાબતો વિશે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ હૃદય રોગ, કેન્સર, કિડની, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ખાસ કરીને ક્ષય રોગ સહિત બીમારીઓના વધુમાં વધુ દર્દીઓને આ કેમ્પમાં સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો વિનામૂલ્યે લાભ મળી રહે, તે સુનિヘત કરવા આરોગ્ય અધિકારીઓને સૂચના આપી હતી.
આ તકે પ્રાંત અધિકારીઓ ચાંદનીબેન પરમાર અને મહેકબેન જૈન, નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, તાલીમી સનદી અધિકારી વળષાલીબેન કાંબલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, ટ્રાફિક એ.સી.પી. વિનાયક પટેલ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતનભાઈ ખપેડ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, સિવિલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ મોનાલીબેન માંકડીયા, એઈમ્સ મેડિકલ સુપ્રિન્ડન્ટ ડો. પિન્કી સાહુ, ડો. અંજલી મોદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.ં (૩.૪)
(11:45 AM IST)










