<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

જુના સચિવાલય ખાતેથી નમો કે નામ રક્તદાન કેમ્પનો રાજ્યવ્યાપી શુભારંભ

સચિવાલય સહિત રાજ્યમાં 370થી વધુ જગ્યાએ એકદિવસીય બ્લડ ડોનેશન કેમ્પ: 1.27 લાખથી વધુ લોકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જુના સચિવાલય ખાતેથી નમો કે નામ રક્તદાન કેમ્પનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. સચિવાલય સહિત રાજ્યમાં 370થી વધુ જગ્યાએ એકદિવસીય બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યા છે. 1.27 લાખથી વધુ લોકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

 

(3:51 PM IST)