<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

કાલે ભુપેન્‍દ્રભાઇ પટેલ મોરબીમાં

૧૦ લાખ જેટલા વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૬:  ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આગામી ૧૭ સપ્‍ટેમ્‍બરે મોરબી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત સંદર્ભે વ્‍યવસ્‍થાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્‍યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે સ્‍થળ મુલાકાત કરતા જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓએ સ્‍થળની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મુખ્‍યમંત્રીના ૧૭ સપ્‍ટેમ્‍બરે મોરબી જિલ્લા ખાતે પધારનાર છે. તેમના સંભવિત કાર્યક્રમ અનુસાર તેઓ મચ્‍છુ-૨ ડેમ નજીક આવેલ ગૌશાળા ખાતે અંદાજિત દસ લાખ જેટલા વળક્ષો વાવી તૈયાર કરવામાં આવેલ વનનું તેમના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવશે ઉપરાંત તેઓ આ વનની મુલાકાત પણ લેનાર છે. ( 

(12:15 PM IST)