તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
મહેસુલી તલાટીની મુખ્ય પરીક્ષા ૧૪ થી ૧૬ ઓકટોબર
ર.૯પ લાખ ઉમેદવારોએ ગયા રવિવારે પ્રાથમિક પરીક્ષા આપેલ તેમાંથી ૧ર હજાર જેટલાને બીજી પરીક્ષામાં બોલાવાશે

રાજકોટ, તા. ૧૬: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણના મહેસુલી તલાટીની ભરતી માટે રવિવારે પરીક્ષા લેવામાં આવેલ પ્રેલી. બાદ હવે મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તે તારીખ ૧૪, ૧૫ અને ૧૬ ઓક્ટોબરે લેવાનું નક્કી થયું છે.
ગયા રવિવારે મહેસુલ તલાટીની ૨૪૦૦ જેટલી જગ્યાઓ માટે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલ જેમાં ચાર લાખ ઉમેદવારો નોંધાયેલા તે પૈકી ૨.૯૫ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપેલ તેમાંથી કુલ જગ્યા ના પાંચ ગણા એટલે કે ૧૨,૦૦૦ જેટલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે મેરીટ ના ધોરણે પસંદ કરવામાં આવશે.
મુખ્ય પરીક્ષા ગુજરાતી અંગ્રેજી અને સોશિયલ સ્ટડીની રહેશે ત્રણ દિવસ દરરોજ એક એક પેપર લેવામાં આવશે તેનું પરિણામ દિવાળી પછી જાહેર કરવામાં આવશે મુખ્ય પરીક્ષામાં મેરીટ મુજબ ઉત્તીર્ણ થનાર ઉમેદવારો તલાટીની નોકરી મેળવવા લાયક બનશે મુખ્ય પરીક્ષા અમદાવાદ અને આસપાસના શહેરોમાં લેવાય તેવી શકયતા છે તેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
