તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
પાદરા-વડોદરા હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો
આજુબાજુના ગામના લોકોને આંખો અને ગળામાં તીવ્ર બળતરાની ફરિયાદ:કેમિકલની તીવ્ર દુર્ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાઈ

પાદરા-વડોદરા હાઈવે પર એક ગંભીર ઘટના બની છે, જ્યાં કેમિકલ ભરેલું એક ટેન્કર લીક થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લીક થવાને કારણે આજુબાજુના ગામના લોકોને આંખો અને ગળામાં તીવ્ર બળતરાની ફરિયાદ કરી છે. કેમિકલની તીવ્ર દુર્ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરક્ષાના ભાગરૂપે, વડોદરા-પાદરાનો હાઈવેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
