<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

"નમોત્સવ : સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ - સેવા થકી સર્જાયો વિશ્વ વિક્રમ" :૧ દિવસમાં ૧,૦૦,૦૦૦થી વધુ રક્તદાતા, ૩૦૦+ થી વધુ રક્તદાન શિબિરો, શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓની અપ્રતિમ ભાગીદારી : રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા

જૂના સચિવાલય, ગાંધીનગર ખાતે રક્તદાન શિબિરમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રક્તદાતાઓને અભિનંદન પાઠવીને તેમના આ જીવનરક્ષક કાર્યની સરાહના કરી

અમદાવાદ તા.૧૬ : "નમોત્સવ : સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ - સેવા થકી વિશ્વ વિક્રમ" સર્જાયો છે તેમ રાજ્ય શિક્ષણ મંત્રી  પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું છે.

         ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં “ઓપરેશન સિંદૂર” અને “નમો કે નામ રક્તદાન” અંતર્ગત જૂના સચિવાલય, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો અવિસ્મરણીય ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના  ગૃહ મંત્રી  હર્ષ સંઘવી સાથે ઉત્સાહભેર રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવી, તેમના આ જીવનરક્ષક કાર્યની સરાહના કરી હતી.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણીક તેમજ વહિવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારના આયોજનથી

ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે.૧ દિવસમાં ૧,૦૦,૦૦૦થી વધુ રક્તદાતા, ૩૦૦+ થી વધુ રક્તદાન શિબિરો, રાજ્યના શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓની અપ્રતિમ ભાગીદારી

છે.

આ સેવા અભિયાન માનવતાના સાચા મૂલ્યોને જીવંત કરે છે તેમજ આપણી ભારતીય સેવા-સંસ્કૃતિની સહકારભાવના અને માનવતાના મંત્રને ઉજાગર કરે છે.

(1:31 PM IST)