<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

લીલીયામાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર મુદે રજુઆત

દિવાળી ઉપર વધુ ટ્રેન ફાળવવા મહેશ કસવાલાની માંગ સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્‍ય દ્વારા વિવિધ મુદે રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૬: સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્‍ય મહેશભાઇ કસવાલા એ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને લીલીયાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર સુધી પહોંચવા રેલ્‍વે ટ્રેન નીચે ગરનાળુ બનાવવા માંગ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે, લિલિયા તાલુકા ખાતે આવેલ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર સુધી દર્દીઓ, એમ્‍બ્‍યુલન્‍સ તેમજ અન્‍ય વાહનોને પહોંચવામાં ગંભીર મુશ્‍કેલી ઊભી થાય છે. લિલિયા - પીપળવા રોડ પર આવેલ રેલ્‍વે ટ્રેક દિવસ દરમિયાન સતત વ્‍યસ્‍ત રહે છે અને વારંવાર ફાટક બંધ રહેતા હોય છે, જેના કારણે ઇમરજન્‍સી સારવાર માટે જરૂરી વાહનો સમયસર પહોંચી શકતા નથી.આ કારણે આરોગ્‍ય સેવાઓ પર અત્‍યંત નકારાત્‍મક અસર પડે છે.

આ સમસ્‍યાના નિવારણ માટે રેલવે ટ્રેક નીચે ગરનાળું બનાવવાની તાત્‍કાલિક યોજના ઘડવા ખુબજ આવશ્‍યક જણાય છે. તેથી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આવતા દર્દીઓને મુશ્‍કેલીની સામનો કરવો ન પડે અને અનેક લોકોના જીવ બચી શકે અને આરોગ્‍ય સેવા સુધરશે તો આ બાબત સત્‍વરે લીલીયા - પીપળવા રોડ ઉપર રેલ્‍વે ટ્રેક નીચે ગરનાળુ બનાવવા માટેની જરૂરી તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરી છે.

આ ઉપરાંત મહેશભાઇ કસવાલા એ કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને પત્ર પાઠવીને દિવાળી ઉપર સુરતથી મહુવા સુધી વધુ ટ્રેનની વ્‍યવસ્‍થા કરવા માંગ કરી છે.

(1:26 PM IST)