તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
શિક્ષકો માટે ‘‘ટેટ'' પરીક્ષા ફરજીયાત કરવા અંગે વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદન
દેશભરના લાખો શિક્ષકોની સેવા-સુરક્ષા અને આજિવિકા સંકટમાં મૂકાઇ છે....

રાજકોટ,તા.૧૬: પ્રાદેશિક શૈક્ષિક મહાસંઘે કલેકટરને આવેદન પાઠવી પ્રધાનમંત્રીના નામે શિક્ષકોની સેવા-સુરક્ષા સંબંધિત અંગે રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) તરફ થી સંલગ્ન આવેદન થી પ્રધાનમંત્રીશ્રીને સંબોધિત કરેલ છે. આ આવેદન તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા (TET), સર્વે સેવારત શિક્ષકો માટે ફરજિયાત કરવા અંગે આપેલા નિર્ણયથી ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ વિષે છે.
આ નિર્ણયના કારણે દેશભરના લાખો શિક્ષકોની સેવા-સુરક્ષા તથા આજિવિકા સંકટમાં મુકાઈ છે. એ.બી.આર.એસ.એમ. ની પ્રધાનમંત્રીશ્રીને આ વિષયમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી છે.
આપને વિનંતી છે કે સંલગ્ન આવેદનને યોગ્ય માધ્યમથી પ્રધાનમંત્રી કચેરી (PMO) સુધી પહોંચતું કરવા નમ્ર વિનંતી છે.
(2:52 PM IST)










