News of Wednesday, 17th September 2025
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની અઢળક આવક : 20 કિલોનો ભાવ 800થી 1100 રૂપિયા સુધી બોલાયો
યાર્ડમાં સિઝનની નવી 30 હજારથી વધુ ગુણીની આવક: આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવાં મળે તેવી શક્યતા

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની અઢળક આવક થવા પામી છે. સિઝનની 30 હજારથી વધુ ગુણી મગફળીની આવક થવા પામી છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. વરસાદ રોકાઈ જતાં ખેડૂતોએ તેમનો માલ વેચવા કાઢ્યો છે. માર્કેટ યાર્ડમાં સિઝનની નવી 30 હજારથી વધુ ગુણીની આવક થવા પામી છે. માર્કેટ યાર્ડમાં મગફળીનો 20 કિલોનો ભાવ 800થી 1100 રૂપિયા સુધી બોલાયો છે. આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવાં મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
