તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 16th September 2025
વેરાવળ પ્રભાસપાટણમાં નવરાત્રીની ઘરાકીનો માહોલ
બજારમાં નાના મોટા વેપારીઓને લાખો રૂપીયાનો વેપાર

વેરાવળ, તા.૧૬: વેરાવળ પ્રભાસપાટણની અંદર હાલ પિતળશ્રાધ્ધ ચાલી રહેલ હોય તેમજ તા.રરથી નવરાત્રી શરૂ થવાની હોય જેથી શહેરની મુખ્ય બજાર સટાબજાર, સુભાષરાડ, ગાંધીરોડ, સહીતના અનેક વિસ્તારોમાં નવરાત્રીનો માહોલ છવાતો જાય છે છુટક જથ્થાબંધ દુકાનોમાં મોટાપાયે ઘરાકી જોવા મળે છે માતાજીના દીવા,શ્રૃંગાર, હાર, પુજાપો, મોઠાઈ, નાળીયેર જેવી વસ્તુઓમાં ભારે તેજી જોવા મળે છે તેમજ નવરાત્રીમાં બહેનો ડ્રેસ સહિત અનેક વસ્તુઓનું વેચાણ થઈ રહેલ છે
૧૧ દિવસ સુધી ચાલનાર નવરાત્રી મહોત્સવ માટે નાની મોટી ગરબીઓ ઢોલનગારા મ્યુઝીક સીસ્ટમ સંગીત પાર્ટીના કલાકારો તૈયારી કરી રહેલ છે મંડપ ડેકોરેશન, માતાજીની મુર્તિ બનાવનાર તેમજ ગામડામાંથી અનેક રમકડા લઈને આવનાર પરીવારો ખાણી પીણીની રેકડી દુકાનો ચલાવતા ધંધાર્થીઓ તૈયારી કરી રહેલ છે ગામડા તથા શહેરના આર્થિક વિકાસને સધ્ધર બનાવો આ તહેવારોમાં છુટક તથા જથ્થાબંધ વેપારીઓનો લાખોનો વેપાર થઈ રહેલ છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
