તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
નરેન્દ્રભાઇના જન્મદિવસ નિમિત્તે તિરુપતિ બાલાજીને પ્રાર્થના કરતા રામભાઈ મોકરીયા

રાજકોટઃ તાજેતરમાં દિલ્હીથી સંસદીય સમિતિની આંધ્રપ્રદેશમાં આવેલ તિરૂપતિ ખાતે શ્રી તિરુપતિ બાલાજી મંદિરે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, ડો.લક્ષ્મીકાંત બાજપાઈજી ચેરમેન સંસદીય સમિતિ, મહુઆ માજી, નારાયણ કોરેગપ્પા, સુધા મૂર્તિજી(રાજ્યસભાના સભ્ય અને ઇન્ફોસિસ કંપનીના ડાયરેક્ટર) વિગેરે મહાનુભાવો સાથે તિરૂપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્ક્ટેશ્વર શ્રીનીવસાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ ભગવાન વેન્ક્ટેશ્વર શ્રીનીવસા'' તિરુપતિ બાલાજીને દેશવાસીઓની સુખ, સમળદ્ધિ અને ભારત દેશ મહાસત્તા બને તે માટે પ્રાર્થના કરી તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૧૭મી સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે ભગવાન તિરુપતિ બાલાજીને તેમના દીર્ઘાયુ અર્થે અને દેશની સેવા કરવા વધુ શક્તિમાન બનાવે અને નીરોગી રાખે તેવી પ્રાર્થના સર્વ કરી હતી. જે તસવીરમાં નજરે પડે છે.
(3:56 PM IST)










