<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગોૈરવ વધાર્યુઃ નરહરિ અમીન

જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા રાજયસભાના સભ્‍ય કાલે હીરામણિ આરોગ્‍યધામમાં નિઃશૂલ્‍ક તબીબી સેવા કેમ્‍પ

રાજકોટ, તા. ૧૬ :  દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ૭પમાં જન્‍મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્‍યધામ, અડાલજ ગાંધીનગર ખાતે નરહરિ અમીન (પ્રમુખ-જનસહાયક ટ્રસ્‍ટ અને સાંસદ રાજયસભા) તથા રાજકુમાર ગુપ્તા (પ્રમુખ-ગુજરાત લોકસેવા ટ્રસ્‍ટ)ના સંયુકત ઉપક્રમે કાલે તા. ૧૭ બુધવારે  સવારે ૯ થી સાંજે પ વાગ્‍યા દરમ્‍યાન નિઃશુલ્‍ક તબીબી કેમ્‍પ યોજાનાર છે. વોલ્‍યન્‍ટરી બ્‍લડ ડોનેશન કેમ્‍પ, ફ્રી ઓ.પી.ડી. કન્‍સલ્‍ટેશન, ફ્રી બેઝીક હેલ્‍થ પ્રોફાઇલ, આંખના નંબરનું ફ્રીમાં ચેકિંગ અને ફ્રી ચશ્‍મા વિતરણ વગેરે આયોજન કરવામાં આવેલ છે.

કેમ્‍પની મુલાકાત લેનાર તમામ વ્‍યકિતઓના આંખના નંબર ફ્રીમાં ચેક કરી આપીને તેઓને નજીકના કે દૂરના જે પણ નંબર આવે તેના ચશ્‍મા પણ ફ્રીમાં આપવામાં આવનાર છે. આ દિવસે વોલ્‍યન્‍ટરી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમ શ્રી નરહરિ અમીન (મો. ૯૮રપ૦ ૦૬૬૬૭) જણાવેલ છે.

શ્રી નરહરિ અમીને શ્રી નરેન્‍દ્રકભાઇ મોદીને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વિશ્વમાં નામના મેળવી છે. તેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. તેમની યાદશકિત અદ્‌્‌ભૂત છે. (૯.ર૦) 

(2:34 PM IST)