તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
જસદણ પાસે પ૯.૩૬ લાખનો દારૂ ભરેલ ટ્રક પકડાયો
વિદેશી દારૂનો જથ્થો જુનાગઢ પહોંચે તે પુર્વે જ રૂરલ એલસીબીએ ઝડપી લીધોઃ દારૂની બોટલ નંગ ૧ર,૬૪૮ અને ટ્રક સહિત ૬પ.૩૦ લાખનો મુદામાલ સાથે ડ્રાઇવર કલીનરની ધરપકડ

રાજકોટ, તા., ૧૬: જસદણના લીલાપુર ગામ પાસેથી રૂરલ એલસીબીએ પ૯.૩૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો જુનાગઢ પહોંચે તે પુર્વે જ પોલીસે ઝડપી લઇ દારૂ અને ટ્રક સહિત ૬પ.૩૦ લાખના મુદામાલ સાથે ડ્રાઇવર-કલીનરની ધરપકડ કરી હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર નાઓએ પ્રોહી જુગારની પ્રવળતિઓ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે રૂરલ એલસીબીના પોલીસ ઈન્સ. શ્રી વી.વી.ઓડેદરાની માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર. વી.ભીમાણી એલ.સી.બી.ના સ્ટાફના માણસો સાથે જસદણ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન લીલાપુર ગામ નજીક આવેલ લીલાપુર હાયર સેકન્ડરી સ્કુલ ની સામે જસદણ-વિંછીયા હાઇવે રોડ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી જુનાગઢ તરફ પસાર થનાર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- ૧૨,૬૪૮ જેની કિ.રૂ. ૫૯,૩૬,૪૦૦/- તથા ટ્રક તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૬૫,૩૦,૧૦૦/ ના મુદામાલ સાથે (૧) ડ્રાઇવર- ધર્મેન્દ્ર કૈલાશજી મેઘવંશી રહે.કેસરપુરા તા.પીસાંગલ જી.અજમેર (રાજસ્થાન) તથા (૨) ટ્રક કિલનર- ગોવર્ધનસિંગ કાલુસિંગ રાવત રહે. કેસરપુરા તા.પીસાંગલ જી.અજમેર (રાજસ્થાન) ને ઝડપી લીધા હતા. પકડાયેલ બંનેએ આ દારૂનો જથ્થો શિવ પ્રતાપ સિહ રહે. જયપુર રાજસ્થાન એ મોકલ્યાને અને જુનાગઢ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો લેનાર શખ્સ ફોન કરશે અથવા તેના સાગ્રીત આવશે તેવી કેફીયત આપી હતી. રૂરલ એલસીબીએ ઉકત ત્રણેય સહિત દારૂનો જથ્થો મંગાળવનાર શખ્સ સામે જસદણ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.
આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. બાલકળષ્ણ ત્રીવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, તથા પો.હેઙકોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા ધર્મેશભાઈ બાવળીયા તથા વાઘાભાઇ આલ ણયભાઇ સાવરીયા, મનોજભાઇ બાયલ, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, મહીપાલસિંહ ચુડાસમા, તથા મેહુલભાઇ સોનરાજ વિગેરે સ્ટાફ જોડાયેલ હતો.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
