તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
એપના માધ્યમથી વેપારીઓને લૂંટતી રાજસ્થાની ગેંગને વાપી પોલીસે ઝડપી:ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ ફરાર
પોલીસે વેપારીના લૂંટ અને અપહરણના મામલાને ગંભીતાથી લઈ તાત્કાલિક તપાસ કરતાં ગણતરીના દિવસોમાં જ રાજસ્થાની ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી

વલસાડ :ઔદ્યોગિક નગરી વાપીમાં એક વેપારી આવી જ એક ગ્રાઈન્ડર એપના ઉપયોગથી લૂંટાઈ ગયો હતો. ત્યારે કેવી છે આ એપ અને રાજસ્થાનની ગેંગે કઈ રીતે આ ગ્રાઈન્ડર એપ થકી વેપારી સાથે કરી હતી
વાપી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક વેપારીએ તેનું અપહરણ થયું હોવાનું અને અજાણ્યા શખ્સોએ તેને ધાક ધમકી આપી અને લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ અજાણ્યા શખ્સોએ તેને વાપી નજીક બોલાવી અને ગાડીમાં બેસાડી ધાકધમકી આપી અપહરણ કરી અને લૂંટ આચરી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે વેપારીના લૂંટ અને અપહરણના મામલાને ગંભીતાથી લઈ તાત્કાલિક તપાસ કરતાં ગણતરીના દિવસોમાં જ રાજસ્થાની ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે.
વાપી પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં 1. કિશોરસિંહ શેતાનસિંહ સોઢા, 2. અશોક સિંહ રાજપુરોહિત, 3. મનોહરસિંહ સવાઈ સિંહ ચૌહાણ અને 4. મહિપાલસિંહ છોગસિંહ રાઠોડ છે. જોકે આ ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ સુમેર સિંહ સોઢા હજુ પોલીસ પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે.
વેપારીના થયેલા અપહરણ અને લૂંટના મામલે પોલીસે ઝડપાયેલ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં વેપારીના અપહરણ કરનાર ગેંગ ગ્રાઈન્ડર એપ દ્વારા ફરિયાદીને હાઇવે પર બોલાવ્યો હતો અને ત્યારબાદ તેના સોનાના દાગીના સહિત એક લાખ રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી હતી.
ગ્રાઈન્ડર એપનો ઉપયોગ સમલૈંગિક વ્યક્તિઓ એકબીજાને મળવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા વ્યક્તિઓ દેશના કોઈ પણ ખૂણે આ ગ્રાઈન્ડર એપનો ઉપયોગ કરી પોતાના જેવી માસિકતા ધરાવતા લોકો સાથે મળતા હોય છે. જોકે આ ગેંગે આજ ગ્રાઈન્ડર એપનો દૂર ઉપયોગ કર્યો હતો. સમલૈંગિક સંબંધોના શોખીનો દ્વારા ઉપયોગમાં લેવાતી ગ્રાઈન્ડર એપ દ્વારા આવા શોખીનોને સંબંધ બાંધવાની લાલચ આપી અને બોલાવતા હતા. ત્યારબાદ તેમની અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરી અને ધાક ધમકીથી લૂંટ કરતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ભોગ બનેલા વેપારીને ગ્રાઈન્ડર એપ દ્વારા સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ તેને સમલૈંગિક સંબંધ બનાવવાની લાલચ આપી બોલાવી અને અસલીલ વીડિયો બનાવ્યો હતો. અને ત્યારબાદ તેને બ્લેકમેલિંગ કરી ધાકધમકી આપી લૂંટ કરી અને તેનું અપહરણ કર્યું હતું.
આ રાજસ્થાની ગેંગ મોટે ભાગે ગ્રાઈન્ડર એપ દ્વારા જ સમલૈંગિક સંબંધોના શોખીનોનો સંપર્ક કરી અને શિકાર બનાવતા હતા. આ ગેંગે અત્યાર સુધી વાપી ઉપરાંત સુરત, વડોદરા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં આવી જ રીતે અનેક લોકોને શિકાર બનાવી બ્લેકમેઈલ કરી અને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં આ એપ થકી અનેક ગુનાઓ બન્યા છે પરંતુ પોતાની આબરૂ સમાજમાં જશે તેવી બીકે મોટાભાગે આ મામલે પોલીસ ફરિયાદ થતી નથી. કારણકે પીડિત વ્યક્તિ સમલૈંગિક હોય છે અને તેની જાણ તેના પરિવાર કે સમાજને હોતી નથી. આ જ હકીકતનો લાભ લઈ આવી ગેંગ આ પ્રકારે લૂંટ અને અન્ય ગુનાઓને અંજામ આપે છે આ ઘટનામાં ઝડપાયેલ ચાર આરોપીના રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા થશે તેવું મનાઈ રહ્યું છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
