<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

અંબાજી ખાતે સહકાર ગ્રુપના ભોજનસેવાનો બે લાખ ભાવિકોએ લાભ લીધો

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સંસ્‍થાની સેવાને બિરદાવીઃ ધર્મેન્‍દ્રસિંહ ઝાલાનું ટ્રસ્‍ટ અને કલેકટર દ્વારા સન્‍માન

રાજકોટઃ અંબાજીના પ્રસિદ્ધ ભાદરવી પૂનમના પરંપરાગત મેળામાં ૪૧ લાખથી શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. સાત દિવસ સુધી યોજાયેલા મેળામાં સતત બીજા વર્ષે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ અંબાજી દ્વારા રાજકોટના સહકાર ગ્રુપના ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પીન્‍ટુભાઈ ખાટડી)ને વિનામૂલ્‍યે ભોજન વ્‍યવસ્‍થા માટે જવાબદારી નિભાવી  હતી. ગબ્‍બર તળેટી ખાતે સહકાર ગ્રુપના આ અન્નક્ષેત્રમાં સાત દિવસમાં બે લાખ ભાવિકોએ ભોજન પ્રસાદ અને ચા નાસ્‍તાનો લાભ લીધો હતો. સહકાર ગ્રુપના સેવાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે બિરદાવી હતી. અંબાજી આવેલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સહકાર ગ્રુપના કેમ્‍પની મુલાકાત લીધી હતી અને સેવા કેમ્‍પની વ્‍યવસ્‍થાને બિરદાવી હતી.

સતત સાત દિવસ સુધી વિનામૂલ્‍યે ભોજન વ્‍યવસ્‍થાની સેવા આપનાર રાજકોટ સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પીન્‍ટુભાઈ-ખાટડી)નું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ અંબાજી અને કલેક્‍ટર મિહિર પટેલ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળા-૨૦૨૫ અંતર્ગત યાત્રા ધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્‍થાન ટ્રસ્‍ટ અંબાજી દ્વારા ગબ્‍બર તળેટી ખાતે વિનામૂલ્‍યે ભોજન વ્‍યવસ્‍થા માટે દર વર્ષે ટેન્‍ડર દ્વારા ભાવિકોને ભોજન વ્‍યવસ્‍થા માટે કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવે છે. પરંતુ સતત બે વર્ષથી ટેન્‍ડર વગર વિનામૂલ્‍યે ભોજન વ્‍યવસ્‍થા માટે રાજકોટના સહકાર ગ્રુપના ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પીન્‍ટુભાઈ-ખાટડી)એ જવાબદારી લઈ સાત દિવસ સુધી બન્ને ટાઈમ વિનામૂલ્‍યે ભોજન વ્‍યવસ્‍થા અને ચા અને નાસ્‍તાનો જે કઈ ખર્ચ પોતે એકલા ભોગવવા તૈયારી બતાવી હતી. આ સેવા કેમ્‍પમાં ૨ યાત્રિકોને બન્ને ટાઈમ ભોજન પ્રસાદ અને ચા નાસ્‍તાનો લાભલીધો હતો.

આ સેવા કેમ્‍પને સફળ બનાવા માટે સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પીન્‍ટુભાઈ ખાટડી) સાથે અશોકભાઈ પટેલ (મોવા),દીપકસિંહ જાડેજા(ખરેડી), નરેન્‍દ્રસિંહ જાડેજા(રાતૈયા), કર્મરાજસિંહ (અમદાવાદ) ઉમંગ કાપોપરા(અમદાવાદ). હિરેન પુજારા, અભિષેક અઢિયા(રાજકોટ), અર્જુનભાઈ, જયદીપભાઈ ધાધલ, વૃશાંગભાઈ મંત્રી મનીષભાઈ મિષાી મિતેશભાઈ(મુંબઈ), યુવરાજસિંહ(લીમડી), વીરેન્‍દ્રસિંહ વાઘેલા, જીતભાઈ જલારામ, અભિષેકભાઈ (અમદાવાદ), મયંકભાઈ કોટક, યુવરાજસિંગ ઝાલા સહિતના સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી

(3:44 PM IST)