તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
ઉત્સવ ગ્રુપના દિનેશ વિરાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ છેલ્લા ચાર દાયકાથી નાટય જગત, રંગભૂમિની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઉત્સવ ગ્રુપના પ્રમુખ દિનેશ વિરાણીનો આજે જન્મદિવસ છે. ઉત્સવ ગ્રુપ, ઉત્સવ મ્યુઝીકલ ક્લબ અને ઉત્સવ કપલ ક્લબ અને ઉત્સવ કપલ ક્લબ જેવી વિવિધ બ્રાન્ચો પણ શરૂ કરી છે.
શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં સિનિયર સીટીઝન્સ માટે પ્રવાસનું વિનામૂલ્યે આયોજન કરીને પણ સિનિયર સીટીઝન ગ્રુપને દ્વારકા અને હરીદ્વાર જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવે છે. કાદરખાન, જયા ભાદુરી બચ્ચન, સિધ્ધાર્થ રાંદેરિયા, કેતકી દવે, સંજય ગોરડીયા, અપરા મહેતા, ટીકુ તલસાણીયા, પદમારશાણી, ધર્મેશ વ્યાસ, શરમણ જોષી જેવા ઘણા જાણીતા કલાકારોના નાટય પ્રયોગ રાજકોટ ખાતે યોજીને સારી લોકચાહના મેળવેલ છે. દિનેશ વિરાણીના જન્મદિવસે (મો.૯૯૦૪૦ ૯૩૦૩૯) શુભેછા વર્ષા કરી રહ્યા છે. (૪૦.૨૭)
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
