તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
આકાશવાણીના હિતેશ માવાણીની બદલી : પ્રેરક વૈદ્યને સુકાન

રાજકોટ :આકાશવાણી - રાજકોટના કાર્યક્રમ અધ્યક્ષ ( સહાયક નિર્દેશક કાર્યક્રમ) હિતેશ કે.માવાણી રાજકોટથી અમદાવાદ બદલી થતા સોમવારે કાર્યમુક્ત થયા છે. અને તેમના સ્થાન પર વરિષ્ઠતમ કાર્યક્રમ અધિકારી પ્રેરક વૈદ્ય કાર્યક્રમ અધ્યક્ષ તરીકે કાર્યરત થયા છે.કાર્યક્રમ વિભાગમાં સેવારત અને કાર્યક્રમ વિભાગ સંબંધિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી બંને પ્રસારણકર્મીઓ હિતેશ કે.માવાણી અને પ્રેરક વૈદ્યને શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે આકાશવાણી રાજકોટ કેન્દ્રના સુધીર દત્તા, સલીમ સોમાણી, ઓજસ મંકોડી, ઉદય મેઘાણી, ભાવનાબેન શીંગાળા, અટલ શર્મા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (૯.ર૧)
(2:53 PM IST)










