<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

વિદેશી દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આફતાબ ઉર્ફે ટાલકો પકડાયો

ભકિતનગર પોલીસના કોન્‍સ. પ્રકાશભાઇ મકવાણાની બાતમી

રાજકોટઃ  તા.૧૬,  શહેરના ભકિતનગર વિસ્‍તારમાં વિદેશી દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા શખ્‍સને ભકિતનગર પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી બ્રીજેશ ઝાની સૂચનાથી પી.આઇ.એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એમ.એન.વસાવા સ્‍ટાફ  સાથે આરોપીની શોધમાં હતા, ત્‍યારે વિદેશી દારૂના ગુનામાં ત્રણ માસથી ફરાર શખ્‍સ જંગલેશ્વર વિસ્‍તારમાં હોવાની કોન્‍સ. પ્રકાશભાઇ મકવાણાને બાતમી મળતા સ્‍ટાફ સાથે જંગલેશ્વરમાં ભવાની ચોક પાસે આર.એમ.સી. કવાર્ટરમાંથી આફતાબ ઉર્ફે ટાલકો સલીમભાઇ કાદરીને પકડી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. એમ.એન.વસાવા, હેડ કોન્‍સ. મથુરદાનભાઇ બાટી, અને કોન્‍સ. પ્રકાશભાઇ મકવાણા દ્વારા કરવામા઼ આવી હતી. 

સજાના વોરંટમાં

ફરાર ખુશાલ પકડાયો

સજાના વોરંટમાં નાસતો ફરતો શખ્‍સ નવા થોરાળા વિસ્‍તારમાં હોવાની થોરાળા પોલીસના હેડ કોન્‍સ. કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા અને કોન્‍સ. નિલેશભાઇ ચૌહાણને બાતમી મળતા પી.એસ.આઇ. એમ.એમ. મહેશ્વરી સહિતના સ્‍ટાફે સજાના વોરંટમાં નાસતા ફરતા ખુશાલ ગોવિંદભાઇ સોલંકી (રહે. નવા થોરાળા, આંબેડકરનગર શેરી નં.ર) ને નવા થોરાળા  મેઇન રોડ પરથી ઝડપી લઇ કોર્ટ હવાલે કર્યો હતો, આ કામગીરી   પી.આઇ.એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ એમ.એમ.મહેશ્વરી, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, મહેશભાઇ સોલંકી, હેડ કોન્‍સ. કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા, ધર્મેન્‍દ્રભાઇ ગઢવી, ઇમરાનભાઇ ચુડાસમા, કોન્‍સ. નિલેશભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.  

(3:57 PM IST)