<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

ગોંડલ ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી ટીનુભા ઝાલાનો જન્‍મદિવસ

 

ગોંડલ,તા.૧૬: ગોંડલ સેવાકીય ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર રહી લોકોને મદદરૂપ થતા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી ટીનુભા ઝાલાનો આજે જન્‍મ દિવસ છે. ટિનુભા ઝાલા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. શહેરના વિવિધ અન્‍નક્ષેત્રમાં ભોજન ગૌશાળામાં ઘાસચારો અને શાળામાં અભ્‍યાસ કરતા ભૂલકાઓ માટે શૈક્ષણિક કીટ જરૂરિયાતમંદને સહાય અર્પણ કરી ધન્‍યતા અનુભવે છે. ટિનુભા સેવાકીય પ્રવૃતિ સાથે સાથે ધાર્મિકતામાં પણ ખુબજ દીદ્યદ્રષ્‍ટિ રાખી દાન સ્‍વરૂપે રોકડ, પક્ષીઓના ચણ માટે ચબુતરો, ભૂખ્‍યાને ભોજન આપતી સંસ્‍થાને ગાડી સહીતની વ્‍યવસ્‍થા કરી છે.

ટિનુભા ઝાલાનો જરૂરીયાતમંદોની મદદ કરવી તે તેમનો જીવનમંત્ર છે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર રહી હંમેશા લોકોને ઉપયોગી થવા તત્‍પર હોઈ છે ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્‍ય સમાજના લોકો માટે પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્‍વરૂપે ઉપયોગી થયા છે.

(12:23 PM IST)