તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
જેતપર ગામે યુવાનના ઘરે આવી કાર, રોકડ અને મોબાઈલ મળીને ૬ લાખથી વધુની લૂંટ.
બે અજાણ્યા સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ.

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા યુવાનના ઘરે આવી ત્રણ આરોપીઓએ ધમકી આપી યુવાનની કાર, રોકડ રકમ અને 3 મોબાઈલ સહીત ૬ લાખથી વધુની લૂંટ ચલાવી હતી મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના જેતપર ગામના જય સુરેશભાઈ અમૃતિયા (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપી પંકજ ચમનભાઈ ગોઠી (રહે હળવદ ) અને બે અજાણ્યા શખસશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ના રાત્રીના આઠ થી આડા આઠના અરસામાં આરોપી પંકજ અને બે અજાણ્યા ઈસમો કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવી ફરિયાદીના માતા અને ભાઈ સાથે ઝઘડો કરી ગાળો અપાઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
ફરિયાદીની કાર જીજે ૩૬ એપી ૪૪૪૭ કીમત રૂ ૫ લાખ, ગાડીમાં રાખેલ રોકડ રૂ ૫૦,૦૦૦ તેમજ ત્રણ મોબાઈલ કીમત રૂ ૫૪,૦૦૦ મળીને કુલ રૂ ૬,૦૪,૦૦૦ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક ડર બતાવી લૂંટ કરી નાસી ગયા છે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
