તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
બિન અનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડિરેકટર પદે પી.ડી. પલસાણા

અમદાવાદ, તા. ૧૬: ‘બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ' માં મેનેજિંગ ડિરેકટર તરીકે પી.ડી. પલસાણાની નિયુકિત થઇ છે.
પી.ડી. પલસાણા, આઇએએસ (એસસીએસ ગુજરાત કેડર ર૦૧ર), અધિક સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (જેઓ મેનેજિંગ ડિરેકટર, ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરનો વધારાનો હવાલો પણ ધરાવે છે)ની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક સચિવપદેથી બદલી કરીને મેનેજિંગ ડિરેકટર, ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર તરીકે પૂર્ણકાલીન નિમણૂક કરવામાં આવી છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
