<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

પશ્ચિમ વિસ્‍તારની ર૮ સોસાયટીના અશાંતધારાની મુદત વધારવા રાજકોટ સીટી પ્રાંત -૧ ની કલેકટરને ખાસ દરખાસ્‍ત

કલેકટર હવે પોલીસ અને સીટી પ્રાંતની દરખાસ્‍તના અભ્‍યાસ બાદ મહેસુલ અને ગૃહ ખાતાને મોકલી આપશે : આ ર૮ સોસાયટીમાં અશાંતધારો ૧૩-૧-ર૦ર૧ના લાગુ થયો હતોઃ ૧ર-૧-ર૦ર૬ના મુદત પુરીઃ હજારો દસ્‍તાવેજોને મંજુરી તો સેંકડો દસ્‍તાવેજો પોલીસ તંત્રમાં પેન્‍ડીંગ

રાજકોટ, તા., ૧૬ : રાજકોટ શહેરના પヘમિ વિસ્‍તારમાં અમલમાં રહેલા અસાધારાની મુદત મે ર૦ર૬માં પુર્ણ થઇ રહી છે. જેને ધ્‍યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અત્‍યારથી જ તેને મુદત વધારવાની  કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સીટી પ્રાંત-૧ ચાંદની પરમાર દ્વારા આ અંગેની દરખાસ્‍ત કલેકટરને મોકલી દેવામાં આવી છે. કલેકટર આ દરખાસ્‍તનો અભ્‍યાસ કર્યા બાદ ટુંક સમયમાં રાજય સરકારને મોકલી આપશે. જેના પછી રાજય સરકાર દ્વારા નોટીફીકેશન બહાર પાડવામાં આવશે તેમ કલેકટર કચેરીના ટોચના અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

વિગતો મુજબ રાજકોટ શહેરના પヘમિ વિસ્‍તારની ર૮ સોસાયટીઓમાં અશાંતધારો તા.૧૩-૧-ર૦ર૧ના રોજ લાગુ કરવામાં આવ્‍યો હતો. અને તે ૧ર-૧-ર૦ર૬ના રોજ પુરી થશે. આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં હજારો લોકોને દસ્‍તાવેજ કરવાની મંજુરી આપવામાં આવી છે. તે ઉપરાંત સેંકડો દસ્‍તાવેજો હિંદુ-મુસ્‍લીમ મકાન-ફલેટ-જમીનના પ્‍લોટ વગેરે બાબતે પોલીસ તંત્ર પાસે હાલ અટકી પડયા છે. આવા માત્ર પ થી ૧૦ ટકા દસ્‍તાવેજોને જ મંજુરી અપાઇ છે.

 વહીવટી વિભાગના સુત્રો અનુાસર, મુદત વધારા માટેની દરખાસ્‍ત હાલ કલેકટર પાસે મોકલી દેવામાં આવી છે. કલેકટર દ્વારા તેનો અભ્‍યાસ પુર્ણ થયા બાદ તે રાજય સરકારને મોકલાશે અને ત્‍યાર બાદ રાજય સરકારના ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગ નિર્ણય લઇ અશાંતધારાની મુદત  વધારવા અંગે જાહેરાત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટી સંખ્‍યામાં અશાંતધારાના કેસો પોલીસ વિભાગમાં પણ પેન્‍ડીંગ હોવાનું સામે આવ્‍યું છે. જેના નિકાલ માટે કાર્યવાહી ટુંક સમયમાં હાથ ધરાશે.

દરમિયાન રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે અકિલાને જણાવેલ કે, આ એક રૂટીન પ્રક્રિયા છે. પ્રાંત અને પોલીસના અભિપ્રાયો બાદ સરકારમાં મુદત વધારવા અંગે દરખાસ્‍ત થશે.

શહેરના પヘમિ વિસ્‍તારની જે ર૮ સોસાયટીમાં એકી સાથે ૧૩-૧-ર૦ર૧ના લાગુ પડાયો તેમાં છોટુનગર કો.ઓપ. હાઉસીંગ સોસાયટી, નીરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સીંન્‍ચયનગર સોસાયટી, આરાધના સોસાયટી, સ્‍વસ્‍તીક અને પ્રગતી સોસાયટી, ઇન્‍કમટેક્ષ તથા બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્‍ય સિધ્‍ધી અને જીવનપ્રભા સોસાયટી, અંજીની અને કૃષ્‍ણાકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી,  રેસકોર્ષ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતીકા પાર્ક, જનતા જનાર્દન, જાગૃતી શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્‍લોટ, નહેરૂનગર સોસાયટી, રાજાનગર અને અલ્‍કાપુરી સોસાયટીનો સમાવેશ થાય છે.(૪.૧૧)

 

(2:46 PM IST)