તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
પોરબંદરમાં જુગાર દરોડોઃ ૧૦ શખ્સો પોણા બે લાખની રોકડ સાથે ઝડપાયા
મકાનમાં ભાડે રહેતો વિજય બહારથી માણસો બોલાવી ‘નાલ' ઉઘરાવીને જુગાર રમાડતો હતોઃ દરોડા દરમ્યાન એક શખ્સ નાસી ગયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૫: ઈન્દિરાનગરમાં એક રહેણાંક મકાનમાં એલસીબીએ દરોડો પાડીને જુગાર રમતા ૧૦ શખ્સોને ૧૮૦,૦૦૦ની રોકડ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે.
ઇન્દીરાનગરમાં મકાનમાં ભાડે થી રહેતા વિજય જેઠાલાલ કરગઠીયાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તી રોનપોલીસ નામનો ફટજીતનો જુગાર રમાડે છે તેવી બાતમીના આધાર એલસીબીએ વેરીફાઇ કરતા જુગારનો અખાડો ચાલુ હોય. જેથી હકીકતવાળી જગ્યાબે રેઇડ કરતા કુલ-૧૧ ઇસમો જુગાર રમતા હોય, જે પૈકી એક ઇસમ નાશી ગયેલ અને ગંજીપતાના પાના નરાપર તથા સૈકડા રૂ. ૧,૮૦,૦૦૦ તથા પાથરણ-૧ કિટ્ટ. ૦૦૦૦ મળી કુલ રૂ. ૧,૮૦,૦૦૦ ના મુદામાલ સાથે ૧૦ ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદામાલઃ (૧) રોકડા રૂ. ૧,૮૦,૦૦૦/ (ર) ગંજીપત્તાના પાના નંગ-પર (૩) પાથરણું.૧ કી.૦૦૦૦
દરોડો પાડીને જુગાર રમતા (૧) વિજય જેઠાભાઈ કરગઠીયા, (૨) ઉમેશ દિલીપભાઇ મોકરીયા (૩) મનહર ઉર્ફે ભાયો દેવાન્નાઇ (૪) યાકીબ ઇસ્માઇલભાઇ બેલીમ (૫) નવાજ મજીદભાઇ બેલીમ (૫) મોઇનામન હસનખાન બેલીમ (૫) ઇકબાલ મહમદશા બેલીમ (૮) રજુ ઉર્ફે નુકશાન દુદાભાઇ ભરડા (૯) દિવક નાભાઇ ચુડાસમાં (૧૦) યોગેશ ઉર્ફે એજર નારણભાઇ ગોહેલને ૧૮૦,૦૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા. આ જુગાર દરોડા દરમ્યાન (૧૧) બાલુભાઇ રામભાઇ ચુડાસમાં રહે શીલ ગામના માંગરોળ વાળો નાસી ગયોહતો.
આ કામગીરીમાં LCH IC PI શ્રી આર.કે કાંબરીયા તથા ASI બટુકભાઇ સિંગુડા, રાજેન્દ્રાઇ જોષી, ગોવિકભાઇ મકવાણા, મુકેશભાઇ, ઉદયભાઇ વરૂ તથા HI સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા. જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા WIK, નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયમાઇ ચૌહાણ તથા ડ્ર. HC ગોવિદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
