<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં ગુજરાતની સૌથી ભવ્ય “શ્રી હનુમાન જયંતી” ઉજવાશે : હનુમાન જયંતીએ 1008 કિલો પુષ્પોથી અભિષેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે ઉજવાશે જન્મોત્સવ : 8 કિલો સોનાના પ્યોર સ્ટોન જડીત વાઘા પહેરાવાશે : પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ-સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા સહિતના કાર્યક્રમો6:44 PM IST

૧૫ વર્ષની સુરતની બાળાએ બાળકને જન્‍મ આપતા પોલીસે સમય ગુમાવ્‍યા વગર ભેદ ખોલી નાખ્‍યો... : ડ્રિંકમાં નશીલા પદાર્થ ભેળવી મેં જે બાળકી સાથે દુષ્‍કર્મ કર્યુ હતું, પોલીસની કુનેહથી ૨૦ વર્ષના યુવા આરોપીએ આખરે મોઢું ખોલ્‍યું : ગુજરાતભરના વાયરલ ઘટનાની વિસ્‍તૃત વાતો.... : સીપી અનુપમસિંહ ગેહલોતના બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન વિરુદ્ધના ગુન્‍હાઓ ટોપ પ્રયોરીટી આપવાના અભિયાન અંતર્ગત એડી સીપી મહેન્‍દ્ર બગડીયાના માર્ગદર્શનમાં ડીસીપી લખધીરસિંહ ઝાલાના નેતૃત્‍વ હેઠળ એસીપી બી. એ .ચૌધરી અને પોલીસ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી.એ.જોગારાણા તથા સ્‍ટાફની કાબિલેદાદ કાર્યવાહી : સીપી દ્વારા પીઠ થાબડવામાં આવી...10:30 AM IST

સનાતની હિન્‍દુઓના હૃદયસમ્રાટ, કષ્ટહર્તા, જાગતા દેવ શ્રી હનુમાનજી મહારાજની ભુમિ અવતરણની આગવી ઝાંખી : સંકટ કટે મિટૈ સબ પીરા ાા જો સુમિરૈ હનુમત બલબીરા ાા : ધાર્મિક ગ્રંથોના મતે શ્રી હનુમાનજી સંપૂર્ણ જ્ઞાની બનવા સૂર્યદેવની સુપુત્રી સવર્ચલા સાથે લગ્નથી બંધાયેલા તેમ છતા તેઓ અખંડ બ્રહ્મચારી રહેલઃ શ્રી હનુમાનજીના લગ્ન આંધ્રપ્રદેશના ખમ્‍મમ ગામે એક વિશાળ મંદિરમાં થયેલ, જે પ્રાચીન મંદિર આજે પણ હયાત છે, ત્‍યાના લોકો શ્રી હનુમાનજીની લગ્ન તિથીની ઉજવણી કરે છે : હિન્‍દુ ધર્મના અતિ પુરાણા ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ ભગવાન શિવ એમના ૧૧ માં રૂદ્રરૂપમાં વાનર સ્‍વરૂપે અવતરેલા જેને જગતના હિન્‍દુઓ શ્રી હનુમાનજી સ્‍વરૂપે અતિ પ્રેમ અને ભાવથી સતત પૂજન અર્ચના કરે છે3:50 PM IST

નંદ ઘેર આનંદ ભયો... કૃષ્ણ ભકિતનો મહાસાગર ઘુઘવ્યો : પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ચાલતી ભાગવત કથામાં રેસકોર્ષ મેદાન ગોકુળીયુ બન્‍યું : - ભાવિકોની ચિક્કાર મેદની વચ્‍ચે કૃષ્‍ણ જન્‍મની ધામધૂમપૂર્વક ઉજવણીઃ રાસ-ગરબાની રમઝટ સાથે અલૌકીક વાતાવરણ સર્જાયુ : ભાવિકોનો ઉત્‍સાહ આસમાને : આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, વેરાવળના રઘુવંશી અગ્રણી જયકરભાઇ ચોટાઇ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મ્‍યુ. ડેપ્‍યુટી કમિશનર મહેશભાઇ જાની, બાલાજી મંદીરના શ્રી વિવેક સ્‍વામી, શ્રી કોઠારી સ્‍વામી, શ્રી રાધારમણદાસજી, મુનિ વત્‍સલ સ્‍વામી, શાષાીજી કનૈયાલાલ ભટ્ટ, અગ્રણીઓ મનિષભાઇ માદેકા,હિરેનભાઇ ખખ્‍ખર, સુધીરભાઇ હુબલ, હરીશભાઇ લાખાણી, જયસુખભાઇ ઘોડાસરા, સ્‍મિતભાઇ કનેરીયા સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કરી પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યુ : સમગ્ર ભાગવત કથા દરમ્‍યાન ર એપ્રિલ સુધી કથા સ્‍થળે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ સેવાકીય આયોજન : દરરોજ સાંજે ૬.૩૦ થી ૮.૦૦ વાગ્‍યા સુધી વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વણઝાર : શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધઃ રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા બેનમુન આયોજન3:24 PM IST

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગરીમામય અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લાના દેવકા, સણોસરા અને મતીરાળા ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે : રાજુલા તાલુકાના દેવકા મુકામે મુખ્યમંત્રીના હસ્તે "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા સંચાલિત વિદ્યાપીઠ ખાતે હોસ્ટેલ અને ભોજનાલયનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી તાલુકાના સણોસરા મુકામે એકસાથે ૭૧ ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરીનો શુભારંભ થશે : અમરેલી શહેરના જેસિંગપરા ખાતે શિવાજી ચોકમાં મુખ્યમંત્રી શિવાજીની પ્રતિમાનું લોકાર્પણ કરશે : મુખ્યમંત્રીના હસ્તે લાઠી તાલુકાના મતીરાળા મુકામે પીપરિયા નદી ઊંડી કરવાના કાર્યનું ખાતમુહૂર્ત થશે10:57 PM IST