<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

માધવપુરનો મનમોહક મેળોઃ એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો સંકલ્‍પ ઉજાગર

મેળામાં ઉત્તર-પૂર્વીય કારીગરોની કલા કસબનું આકર્ષણઃ વાસ-લાકડા અને વૃક્ષોનો છાલથી બનેલી વસ્‍તુઓ ખરીદવામાં લોકોની ભીડઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ૮ રાજયોના કલાકારોની લોકનૃત્‍યો અને સંગીત પ્રસ્‍તુતિ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧ :.. માધવપુરનો મેળો મનમોહક બન્‍યો છે. ઉત્તર-પૂર્વીય સહિત આઠ રાજયોના રપ૮ કલાકારો દ્વારા સાંસ્‍કૃતિક એકતા કાર્યક્રમોને લીધે એક ભારત, શ્રેષ્‍ઠ ભારતની નેમ-સંકલ્‍પ ઉજાગર થઇ રહેલ છે.

 માધવપુર ઘેડના મેળામાં એક અનોખો સાંસ્‍કળતિક સંગમ રચાયો છે, ઉત્તર પૂર્વીય આઠ રાજ્‍યોના જુદા જુદા લોક નળત્‍યનો સમન્‍વય સાધીને ભારતના સમળદ્ધ સાંસ્‍કળતિક વારસાને મંચ પર તો ઉતાર્યો જ છે. સાથે જ ભગવાન શ્રીકળષ્‍ણના લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા રુકમણી હરણની ગાથાને આસામના અંકિયા ભાઓના લોકનળત્‍ય માધ્‍યમથી બખૂબી રીતે પ્રસ્‍તુત કરી છે.

નોર્થ ઈસ્‍ટ ઝોન કલ્‍ચરલ સેન્‍ટર - -દીમાપુર સાથે જોડાયેલા અને સિનિયર આસિસ્‍ટન્‍ટ કોરિયોગ્રાફર શ્રી રાજેશ બોરાએ માધવપુર ઘેડના મેળાના સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિની વાત કરતા કહે છે કે, ઉત્તર પૂર્વીય રાજ્‍ય અરુણાચલ પ્રદેશના રાજકુમારી દેવી રુકમણીજી અને ભગવાન શ્રીકળષ્‍ણના મિલનની આ પવિત્ર ભૂમિ પર ઉત્તરપૂર્વીય આઠેય રાજ્‍યોના લોક નળત્‍યોનો સમન્‍વય સાધીને કુલ ૨૫૮ જેટલા કલાકારો સાથે ૫૦ મિનિટની એક ભવ્‍ય પ્રસ્‍તુતિ રજૂ કરવામાં આવી છે, જે તેવી રુકમણી  હરણ અને અષ્ટલક્ષ્મીના કેન્‍દ્રીય વિચાર સાથે લોક નળત્‍યના માધ્‍યમથી રજૂ કરવામાં આવી છે. ખાસ આસામ રાજ્‍યના અંકિયા ભાઓના લોકનળત્‍ય દ્વારા દેવી રૂક્ષ્મણીજીના હરણની સમગ્ર ગાથાને વણી લેવામાં આવી છે. ઉપરાંત દેવી રૂક્ષ્મણીજીને લક્ષ્મીજીનું સ્‍વરૂપ જ માનવામાં આવે છે. તેને કેન્‍દ્રમાં રાખી અષ્ટલક્ષ્મીના પ્રતિક રૂપ ઉત્તર પૂર્વીય આઠેય રાજ્‍યોના લોકનળત્‍યો રજૂ કરવામાં આવ્‍યા છે.

આ પર્ફોમન્‍સમાં આસામના બિહુ, બોરો, સત્રિયા અને  અંકિયા ભાઓના (જેમાં રુક્‍મિણી હરણ દર્શાવાયું છે), ત્રિપુરાનું હોજાગીરી અને મમિતા નળત્‍ય, અરુણાચલ પ્રદેશનું રેખામપાડા અને તાપૂ, સિક્કિમનું ઘાટુ અને સિંઘી છમ, મેઘાલય વાંગલા અને ખાસી નળત્‍ય, મણિપુરનું લાઈ હરાઓબા અને પુંગ-ઢોલ ચોલોમ વગેરે લઈબદ્ધ રીતે દર્શાવવામાં આવ્‍યા છે.

ગુજરાતના ગરબા અને ગાયકી ખૂબ પ્રસિદ્ધ છે જ, વધુમાં તેમણે કહ્યું કે, ઉત્તર પૂર્વીયો રાજ્‍યોનું સંગીત પર્વતમાળા જેમ ઉંચી નીચી હોય તેમ હળવા લયવાળું છે. જ્‍યારે ગુજરાત રાજ્‍યનું સંગીત ઊંચા અવાજ સાથેનું હાય રેન્‍જ ઝડપીલય એટલે કે હાય ટેમ્‍પો વાળું છે.

 દેવી રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રીકળષ્‍ણના લગ્ન પ્રસંગથી ઉત્તર પૂર્વીયો રાજ્‍ય અને ગુજરાત વચ્‍ચે એક સંબંધ સ્‍થાપિત થયેલો હતો, તેને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ માધવપુર ઘેડના મેળાથી ફરી ચેતનવંતો કર્યો છે. આ મેળાના માધ્‍યમથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની નેમ ચરિતાર્થ થઈ રહી છે. સાથે જ દેશના ઉત્તર પૂર્વીય ભાગ અને પヘમિને જોડવાનું કામ પણ સફળ રીતે થયું છે.

ભગવાન શ્રીકળષ્‍ણ અને દેવી રુકમણીજીના લગ્ન પ્રસંગે યોજાતો માધવપુર ઘેડનો સાંસ્‍કળતિક મહાકુંભ બનવાની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત નેમને ચરિતાર્થ કરી રહ્યો છે. આમ, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતળત્‍વના પરિણામે માધવપુર ઘેડનો મેળો રાષ્‍ટ્રીય મેળો બન્‍યો છે. સાથે જ અહીં ભારતની પૂર્વ પヘમિની સંસ્‍કળતિ ફરી અનુબંધ સ્‍થપાયો છે.

માધવપુર મેળાનાં હસ્‍તકલા હાટમાં ઉત્તર પૂર્વીય રાજ્‍યોની સમળદ્ધ સાંસ્‍કળતિક પરંપરાઓનું  કારીગરોએ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્‍યે આ પ્‍લેટફોર્મ અપાયું હતું. આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્‍ડ સહિત રાજ્‍યનાં કારીગરોએ હસ્‍તકલા હાટમાં હાથ વણાટની વસ્‍તુઓનાં માધ્‍યમથી પોતાની સંસ્‍કળતિ ઉજાગર કરવાની સાથે આજીવિકા મેળવી હતી.

હસ્‍તકલા હાટમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ઝલક જોવા મળી હતી.

આ હાટમાં આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્‍ડ, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હેન્‍ડલૂમ અને હેન્‍ડીક્રાફટ વસ્‍તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. વાસ અને લાકડાની કળા, પરંપરાગત આભૂષણો, હસ્‍તનિર્મિત કપડાંને સ્‍થાનિક કલાને મુલાકાતીઓએ બિરદાવી હતી.

ચાર વર્ષથી મધવપુરના મેળામાં હસ્‍તકલાની વસ્‍તુ વેચવા આવતા આસામના બિનય ક્રિષ્‍નાભાઈએ પોતાના પૂર્વજોની આ પરંપરા જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, મારા પૂર્વજો વળક્ષોની છાલ માંથી ચાદર બનાવવાનું કામ કરતા હતા. આ પરંપરાને મેં આગળ ધપાવી તેમાં અપડેટ કર્યું છે. હું વળક્ષોની છાલ માંથી પર્સ, ડાઇનિંગ ટેબલના સેટ, સોફાના કવર સહિત વસ્‍તુઓ બનાવી તેનું વેચાણ કરું છું. આ વસ્‍તુઓના વેચાણ માટે સરકાર દ્વારા બિનયભાઈને પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવ્‍યું છે.

હેન્‍ડલૂમ અને વાસની વસ્‍તું વેચવા આવેલા ત્રિપુરાના અન્‍ય એક કારીગર સંગિતા જમાલીયા ત્રિપુરાના જંગલોનાં સૂકા લાકડા અને છાલમાંથી જ્‍વેલરી બોક્‍સ હેન્‍ડલુમ વાંસની બનાવટ વગેરે વસ્‍તુઓનું વેચાણ કરે છે. તેમણે આસામ, મણિપુર, સહિત વિસ્‍તારોની સ્‍થાનિક લોકકલા, લોક સંસ્‍કળતિ, લોકગીતોને હાથ કારીગરીમાં વણી શો પીસ બનાવી તેનું વેચાણ કર્યું હતું. તેમણે આ તકે રાજ્‍ય સરકાર અને વહિવટી તંત્રનો આભાર વ્‍યક્‍ત કરવાની સાથે ગુજરાતી થાળી વખાણી હતી. 

(11:46 AM IST)