<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઉનાના નાથળ ગામે ખેતરમાં ગાંજાના વાવેતર સાથે ખેડૂત ઝડપાયો

 

વેરાવળ, તા. ૩૧ : નાથળ ગામ કોસરી સીમ વિસ્‍તારમાં આરોપીના કબ્‍જા ભોગવટાના ખેતરમાં એન.ડી.પી.એસ.ની રેઇડ કરતા માદક પદાર્થ વનસ્‍પતિ જન્‍ય ગાંજો (મારીજુઆના /હશીશ)નો વિપુલ પ્રમાણમાં જથ્‍થા સાથે આરોપીને પકડી પાડી ઉના પો.સ્‍ટે. ખાતે એન.ડી.પી.એસ. એક્‍ટ કલમ 8(C), 20(ii)(B) મુજબ ગુનો રજી.કરવામાં આવેલ છે.

કબ્‍જે કરેલ મુદ્દામાલ

૧) વનસ્‍પતિ જન્‍ય માદક પદાર્થ ગાંજાના છોડ જેનું નેટ વજન ૫ કિલો ૫૯૦ ગ્રામ કિ.રૂ.૦૨,૭૯,૫૦૦/- નો ગાંજાનો જથ્‍થો

૨) આઇટેલ કંપનીનો સાદો કિપેડ વાળો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/ કુલ કિ.રૂ.૦૨,૮૦,૦૦૦/- હતો.

પોતાના કબ્‍જા ભોગવટાના ખેતરમાં બાજરી તથા મકાઇના વાવેતરની આડશમાં વિપુલ પ્રમાણમા ગાંજા (મારીજુઆના/હશીશ) નું વાવેતર કરી વનસ્‍પતિ જન્‍ય લીલા છોડ ગાંજાની સુકવણી કરવી છુટક વેચાણ કરવાની એમ.ઓ.ધરાવે છે.

વિનુભાઇ ભીખાભાઇ બાંભણીયા ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે.નાથળ ગામ નવાપરા વિસ્‍તાર તા. ઉના ધરાવે છે.

આ કામગીરી જે.જે. પરમાર પોલીસ ઇન્‍સ્‍પેકટર, ઉના પો.સ્‍ટે. તથા  ડી.એમ.કાગડા ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.ઓ.જી., તથા આર.એચ.સુવા પો.સબ.ઇન્‍સ તથા ASI પ્રતાપસિંહ માનસિંહ, ણ્‍ઘ્‍-રાજુભાઇ બાલુભાઇ તથા વીપુલભાઇ અમળતભાઇ તથા મહેન્‍દ્રભાઇ બાબુભાઇ તથા અરજણભાઇ મેસુરભાઇ તથા PC-રણજીતસિંહ મેરુભા તથા સુભાષભાઇ માંડાભાઇ તથા ડ્રા.પો.હેડ.કોન્‍સ. સંજયસિંહ નાગદાનભાઇ નોકરી-એસ.ઓ.જી.શાખા ગીર સોમનાથએ કરી હતી.

(1:27 PM IST)