<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

જૈન વિઝન દ્વારા પ્રભુ મહાવીર સ્‍વામી જન્‍મકલ્‍યાણક મહોત્‍સવની ઉજવણીઃ રાત્રે ‘આવો રે આવો..મહાવીર નામ લઈએ' કાર્યક્રમ

ગાયકો, સ્‍તુતિ દોશીપ જેતલ સોની, આદિ પર્વ, આશિક કોટક જમાવટ કરશે

રાજકોટઃ ભગવાન શ્રી મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક અવસરે જૈન વિઝન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરમિયાન આજે રાત્રીના ૮:૩૦ વાગ્‍યાથી ‘આવો રે આવો મહાવીર નામ લઈએ' કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં  આવ્‍યું છે.

આ સમાજલક્ષી કાર્યક્રમ અંતર્ગત વિરાણી બહેરા મૂંગા શાળા, જૈન ભોજનાલય, મનોદિવ્‍યાંગ દીકરી, સ્‍પે.હોમ ફોર ગર્લ્‍સ, રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ, શ્રી બાલાજી મંદિરની બહાર બેસતા ભિક્ષુકો, સ્‍વામિનારાયણ મંદિર, આશાપુરા માતાજી મંદિર અને મામા સાહેબ મંદિરની બહાર બેસતા ભિક્ષુકોઅને પાંજરાપોળ શ્રમિકોના નાના બાળકોને કેરીના રસનું વિતરણ કરાયુ હતું.

આ સુકાર્યના લાભાર્થી માતુશ્રી મુક્‍તાબેન ભગવાનજી પારેખ પરિવાર , હસ્‍તે હસમુખરાય પારેખ, સ્‍વ ભાનુબેન વિનોદરાય વોરા હસ્‍તે ડો. ભાવિક અને ખુશાલી તથા શ્રીમતી દોલાર્બેન કીર્તિકુમાર વોરા હસ્‍તે અમી સચિન વોરા બિનલબેન ગાંધી, મેઘાબેન વાલાણી, ગાથા શાહ, મોનિકાબેન દોશી, ભાવિકાબેન શાહ વગેરે જોડાયા હતા.

આ કાર્યની સફળતા મત ટીમ જૈન વિઝનનાં મહેશભાઈ મણીયાર, સુનીલ કોઠારી, ગીરીશ મહેતા, અખિલ શાહ, તુષાર પતીરા, કેતન વખારિયા, રાહુલ મહેતા, વિપુલ મહેતા, ભાવેશ લાખાણી, નૈમિષ મહેતા, કપિલ દેસાઈ, ઈલેશ વોરા, દીપક પારેખ, હેમેન્‍દ્ર વખારિયા, ભૂષણ શાહ, અનીલ ઝાટકીયા, નીરવ ખીમાણીયા, પરીન સંઘવી, રક્ષિત વખારિયા, ભવ્‍ય પારેખ, આદિત્‍ય શાહ,ક અરવિદ શેઠ, દીપેશ વખારિયા અને મનીશ પારેખ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

પૂજિત રુપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના ૨૫૧ બાળકો માટે ફનવર્લ્‍ડની પીકનીકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પંચવટી દેરાસરના પ્રમુખ ઉદ્યોગપતી  પ્રફુલભાઈ ધામી, ફનવર્લ્‍ડના પ્રદીપસિહ ઝાલ, અને  જૈન અગ્રણી સુનિલભાઈ કોઠારી ઉપસ્‍થિત રહેલ.

આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનનાં નીલ મહેતા, કેતન સંઘવી, યોગેન દોશી, રાજીવ ઘેલાણી, પરેશ દફતરી, હિતેશ દેસાઈ, ધ્રુમીલ પારેખ, નિરવ મહેતા, દીપેન મહેતા, સંજય મહેતા, રાહુલ દેસાઈ, મયુર મહેતા, ધવલ મહેતા, ડો. તેજસ શાહ, ડો. પ્રતિક દોશી, ભરત વખારિયા, અમિત કોરડીયા, દર્શિત મહેતા, પ્રકાશ શાહ, આશિષ કોઠારી, સંજય ડેલીવાળા, રૂદ્રેશ ગાઠાણી, પરાગ મહેતા, કૌશિક મીઠાણી, રાજન રામાણી.યોગેશ શાહ, વરુણ દોશી, હેમુ સોલાણી, તરુણ દામાણી, દીપક વસા, વિશાલ મહેતા, રાહુલ મહેતા, સુધીર પટેલ, હિરેન સંઘવી, પંકજ મહેતા અને પાર્શ્વ સંઘવી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

રક્‍તદાન કેમ્‍પનું ઉદ્ધાટન જૈન યુવા અગ્રણી નીરવ શાહ અને જૈન અગ્રણી શૈલેષભાઈ માઉએ કરેલ હતું.

ડો. હાર્દિક શાહ અને કો-ચેરમેન ડો. દેવેન કોઠારી, જય મહેતા, ડો. અમી સિહોરા, ડો. રૂચી ભુવા અને ડો. નંદીની પોબારુ, રેખાબેન સગારકા  વગેરેએ સેવા આપી હતી.

આ કેમ્‍પની સફળતા માટે જૈન વિઝન અને જસ ક્‍લિનિકનાં ધવલ વોરા, જાતિન કોઠારી, ચેતન મહેતા, ભવદીપ કામદાર, દીપ રામાણી, શૈલેશ મહેતા, જીજ્ઞેશ મહેતા, આશિષ દોશી, વીનેશ જૈન, રાજ કોઠારી, વિશાલ મહેતા અને નિમેશ મહેતા તેમજ ડો. આર્મી કે. સિહોરા, ડો.રુચિ એસ. ભૂવા, ડો.નદની એ.પોબરું વગેરે જહેમત ઉઠાવી હતી.

સમસ્‍ત જૈન સમાજ  રાજકોટ દ્વારા ‘આવો રે આવો મહાવીર નામ લઈએ'  કાર્યક્રમ આજે રાત્રે ૮:૩૦ કલાકે હેમુ ગઢવી ઓડિટોરિયમમાં યોજાશે. ૫૧ જેટલા લકકી ડ્રો પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુંબઈ અને અમદાવાદના શ્રેષ્ઠ સિગરો અને સ્‍તવનકારો સાગર કેન્‍દુરકર (મુંબઈ), પર્વ જૈન( ઈન્‍દોર), સ્‍તુતિ દોશી (સુરત) અને જેતલ સોની મુંબઈ જેવા  ભક્‍તિ સંગીત રજૂ કરશે.ભક્‍તિ સંગીતના આ કાર્યક્રમમાં રાજકોટના મ્‍યુઝિક ગ્રુપ આશિત કોટક એન્‍ડ પાર્ટીનો સથવારો પણ મળશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે પ્રદેશ મહિલા ભાજપની અંજલીબેન રૂપાણી તથા ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમનું ઉદઘાટન જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી અને ચંદ્રકાંતભાઈ શેઠ કરશે., જૈન વિઝનના આમંત્રણ અને માન આપીને આ કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપના પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી અને સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ પ્રદેશ સહકારી અગ્રણી જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા, સોનમ ક્‍વાર્ટઝના જયેશભાઈ શાહ, જૈન અગ્રણી પ્રવીણભાઈ કોઠારી, શેર બજારના નિષ્‍ણાત સુનિલભાઈ શાહ, ઇન્‍દુભાઇ બદાણી, ભાજપના ખજાનચી મયુરભાઈ શાહ, દર્શનભાઈ શાહ,મોર્ડન ગ્રુપના મુકેશભાઈ દોશી, સુરેશભાઈ અજમેરા, વિસામણ ગ્‍લોબલ સેલ્‍સના મિતુલભાઈ વસા, મનોજભાઈ ડેલીવાળા અને પ્રતાપભાઈ વોરા વગેરે ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય ઋષભ ચંદ્રકાંતભાઈ શેઠ, રમીલાબેન હરકિશનભાઈ બેનાણી હસ્‍તે ધારાબેન જીતુભાઈ બેનાણી, ઇન્‍દિરાબેન અનંતરાય કામદાર હસ્‍તે રાજેશભાઈ અને નીતિનભાઈ તથા સુગંધાબેન ઓમકારમલજી અજીતભાઈ જૈન નો સહયોગ મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

(3:28 PM IST)