News of Tuesday, 31st March 2026
જેના અન્ન ભેગા એના મન ભેગા : ટીફીન બેઠકમાં ભાગ લેતા નરહરિ અમીન

રાજકોટ : ગઇકાલે રવિવારે નરહરિ અમીન, સંસદસભ્ય રાજ્યસભાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો મન કી બાત કાર્યક્રમ કર્ણાવતી મહાનગરના ગોતા વોર્ડ ખાતે ગોતા વોર્ડના કાર્યકરો, કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે સાંભળ્યો મન કી બાત ટિફિન બેઠક કે સાથ કાર્યક્રમ અંતર્ગત ગોતા વોર્ડના કાર્યકરો હોદ્દેદારો પૂર્વ કોર્પોરેટરો સાથે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે ગોતા વોર્ડ પ્રમુખ વ્યાસ ભાર્ગવભાઈ, મહામંત્રીઓ દિલીપભાઈ પટેલ, મફતભાઈ દેસાઈ, અગ્રણીએ ગોતા વોર્ડ કેતનભાઈ પટેલ, અજયભાઈ દેસાઈ, પારૂલબેન પટેલ, આરતીબેન ચાવડા, વોર્ડ પ્રભારી જીગરભાઈ સોની, શહેર કારોબારી સભ્ય કિરણભાઈ પટેલ તેમજ ગોતા વોર્ડના કાર્યકરો બુથ પ્રમુખવર્ગો ઉપસ્થિત રહ્યા હતા.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
