<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

અશાંતધારાના છેલ્લા જાહેરનામામાં મોટો છબરડો : ૭૦ જેટલી સોસાયટી ગાયબ : મહિનાઓથી દસ્‍તાવેજો બંધ : પ્રચંડ રોષ

મુખ્‍યમંત્રીને વકિલોની રજૂઆત : સીએમઓ દ્વારા સહ-ધર્મીના દસ્‍તાવેજો ચાલુ રાખવા આદેશો

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ શહેરમાં અશાંતધારાના નવા નોટિફિકેશનમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જાન્‍યુઆરી માસમાં અશાંતધારાની મુદત પૂર્ણ થયા બાદ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું હતું, પરંતુ તેમાં અનેક વિસ્‍તારો અને સોસાયટીઓના નામ ગાયબ થઈ જતાં સામાન્‍ય લોકો અને વકીલોની મુશ્‍કેલીમાં  થયો છે. તંત્રની વહીવટી ભૂલને કારણેઆ વિસ્‍તારની  દસ્‍તાવેજી કામગીરી ઠપ્‍પ થઈ ગઈ છે.પરંતુ અધિકારીઓના ભૂલના કારણે છેલ્લા બે મહિનાથી સામાન્‍ય લોકોના દસ્‍તાવેજની સંપૂર્ણ કામગીરી ઠપ્‍પ જોવા મળી રહી છે. બીજી બાજુ હવે જોવાનું એ રહ્યું છે કે ભૂલ કોની છે સીટી પ્રાંત અધિકારી કે પછી  મહેસૂલ વિભાગની ભૂલ છે.

શહેરની અંદાજે ૨૮ જેટલી સોસાયટીઓ માટે સીટી પ્રાંત અને કલેક્‍ટર તંત્ર દ્વારા મહેસૂલ વિભાગને દરખાસ્‍ત મોકલવામાં આવી હતી. જોકે, નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું હતું. અને ત્‍યારબાદ વકીલો કચેરી ખાતે દસ્‍તાવેજ માટે જતા તેમાં તે એરિયા નું નામ જ ગાયબ થયા હતા ત્‍યારબાદ વકીલોએ ૧૫ દિવસ સુધી રાહ જોયા બાદ કલેક્‍ટર સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરી હતી.

સૂત્રોએ જણાવ્‍યું અનુસાર નવા નોટિફિકેશનમાં ૭૦્રુ જેટલી સોસાયટીઓનો ઉલ્લેખ જ નહોતો. આ ભૂલને કારણે સબ-રજિસ્‍ટ્રાર કચેરીએ દસ્‍તાવેજોની નોંધણી અટકાવી દીધી હતી. બે મહિનાથી લોકો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.જ્‍યારે અશાંતધારો લાગુ કરવાનો હોય ત્‍યારે જશ ખાટવા માટે પડાપડી કરતા નેતાઓ કે ધારાસભ્‍યો આટલી મોટી ભૂલ વખતે મૌન સેવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્‍યું છે.

દસ્‍તાવેજો અટકાતા વકીલોએ મુખ્‍યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતોનો મારો ચલાવ્‍યો હતો. પરિણામે, જયાં સુધી નવું સુધારેલું નોટિફિકેશન ન આવે ત્‍યાં સુધી CMO દ્વારા વચગાળાની સૂચના આપવામાં આવી છે કેઃ માત્ર વિધર્મીઓના જ દસ્‍તાવેજો રોકવા.સહ-ધર્મી (એક જ ધર્મના ખરીદનાર-વેચનાર) ના દસ્‍તાવેજોની કામગીરી ચાલુ રાખવી.

 

 

 

(4:08 PM IST)