તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
મોટા દહિંસરા ગામે રહેણાંક મકાનમાં તપાસ : દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ
૯ નંગ જીવતા કાર્ટીઝ સહીત પોલીસે કુલ રૂ. ૫૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબીનાં માળીયા મિયાણા પોલીસ દ્વારા મોટા દહિંસરા ગામે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર રાખનાર એક શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, માળીયા મિયાણાના મોટા દહિંસરા ગામે રહેતા કિશોર દેવદાનભાઇ લોખીલ (ઉં.વ. ૩૭) નામના શખ્સના રહેણાંક મકાન પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીના કબજામાંથી કોઈપણ પાસ-પરમિટ કે પરવાના વગરની એક દેશી બનાવટની પિસ્તોલ, જેની કિંમત અંદાજે રૂ.પાંચ હજાર, તેમજ ૯ નંગ જીવતા કાર્ટીઝ કિંમત રૂ ૯૦૦ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૫૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
