તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
અમદાવાદ રાણીપના મહિલા સાથે સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મકાન અપાવવાના નામે લાખોની છેતરપિંડી
રામાપીરના ટેકરા ખાતે મકાન અપાવવાનું વચન આપી ત્રણ શખ્સોએ મહિલા પાસેથી ₹7 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ વાડજ પોલીસ મથકે નોંધાઈ

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા એક મહિલા સાથે સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રામાપીરના ટેકરા ખાતે મકાન અપાવવાનું વચન આપી ત્રણ શખ્સોએ મહિલા પાસેથી ₹7 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ વાડજ પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદી ભાનુબેન ગોરીયાના જણાવ્યા અનુસાર, આરોપી શકરામ ભરવાડે તેમના દીકરા લાલા ભરવાડ અને કમલેશ સોલંકી સાથે ઓળખાણ કરાવી હતી. આ ત્રણેય શખ્સોએ ભેગા મળીને ભાનુબેનને રામાપીરના ટેકરા ખાતે ચાલી રહેલા સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મકાન અપાવવાની ખાતરી આપી હતી. આરોપીઓએ જાણીતી કંપની 'H N SAFAL' ડેવલપરના નામે વિશ્વાસમાં લીધા હતા અને ભાનુબેન પાસેથી જરૂરી દસ્તાવેજો તથા ફોટા મેળવી લીધા હતા.
આરોપીઓએ ભાનુબેનના દસ્તાવેજોનો ઉપયોગ કરી એક ખોટી ફાઈલ તૈયાર કરી હતી અને તે સાચી હોવાનું દર્શાવીને તેમની પાસેથી કુલ ₹7 લાખ રોકડા વસૂલ્યા હતા. આરોપીઓએ વચન આપ્યું હતું કે ત્રણ મહિનાની અંદર મકાનનો કબજો મળી જશે. જોકે, મહિનાઓ વીતી જવા છતાં ભાનુબેનને ન તો મકાન મળ્યું કે ન તો તેમના રૂપિયા પરત મળ્યા.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
