તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર ફસાઈ ગયેલી મહિલાની મદદે પહોંચી પોલીસ : તુરંત દોડીને પેટ્રોલ પૂરા કર્યા
મહિલા ભૂલથી ટૂ વ્હિલર લઈને એક્સપ્રેસ વે પર જતી હતી અને પેટ્રોલ પૂરું થઈ જતાં ફસાઈ ગઈ હતી.

વડોદરામાં એક્સપ્રેસ વે પર ફસાઈ ગયેલી મહિલાને પોલીસના ઝડપી અને પ્રશંસનીય કાર્ય દ્વારા બચાવવામાં આવી હતી. મહિલા ભૂલથી ટૂ વ્હિલર લઈને એક્સપ્રેસ વે પર જતી રહી હતી અને પેટ્રોલ પૂરું થઈ જતાં ફસાઈ ગઈ હતી. ગભરાઈ ગયેલે મહિલાએ પોલીસ કંટ્રોલમાં આ પરિસ્થિતિની જાણ કરી હતી પોલીસ તુરંત દોડીને પેટ્રોલ પૂરા કર્યા અને મહિલાને સુરક્ષિત રીતે એક્સપ્રેસ વેથી બહાર નીકાળી હતી આ ઘટના દરમિયાન પોલીસની કામગીરીનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
