તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
માધવપુરનો મેળો સાંસ્કૃતિક બંધનને મજબૂત બનાવે છેઃ નરેન્દ્રભાઇ મોદી
માધવપુરના મેળા માટે સોશ્યલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧: માધવપુરના મેળા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોશ્યલ મીડિયા મારફત શુભેચ્છા સંદેશામાં જણાવેલ કે, માધવપુરનો મેુળો ગુજરાત અને પૂર્વોત્તર રાજયો વચ્ચેનો સાશ્વત સાંસ્કૃતિક બંધનને મજબૂત બનાવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પોરબંદરમાં ચાલી રહેલા માધવપુર મેળા નિમિત્તે પાઠવેલા શુભેચ્છા સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કળતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના શાશ્વત સાંસ્કળતિક બંધનને પણ મજબૂત બનાવે છે. શ્રી મોદીએ કહ્યું, ‘‘આ તહેવાર ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત''ની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ પરંપરાઓને એકસાથે લાવે છે. હું લોકોને આ મેળામાં આવવાનું આહ્વાન કરું છું!''
પ્રધાનમંત્રીએ એપ્રિલ ૨૦૨૨ ના ‘‘મન કી બાત'' કાર્યક્રમમાં માધવપુર મેળાનું મહત્વ અને આપણી સંસ્કળતિમાં તેના સ્થાન વિશે વાત કરી હતી. સોશ્યલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દર્શાવેલ કે ગુજરાતના પોરબંદરમાં ચાલી રહેલા માધવપુર મેળાને મારી હાર્દિક શુભેચ્છાઓ.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
