તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
ત્રિશલાનંદન વિર કી, જય બોલો મહાવીર કી ના નાદથી રાજમાર્ગો ગુંજયા

રાજકોટ ખાતે ભગવાન મહાવીર જન્મકલ્યાણક નિમિતે સમસ્ત જૈન સમાજ આયોજીત અને જૈનમ સંકલીત વિશાળ ધર્મયાત્રા મણીયાર દેરાસરથી આચાર્ય પ્રસન્નચંદ્ર સાગરજી મ.સા.એ માંગલીક ફરમાવેલ હતું. પુ. મનકચંદ્ર મ.સા., પ્રિયચંદ્ર મ.સા., રામચંદ્ર મ.સા. વિગેરે પૂ.ગુરૂ ભગવંતોએ આર્શીવચન આપ્યા હતા. ત્યારબાદ શહેરના રાજમાર્ગો ઉપર ધર્મયાત્રા નિકળી હતી. આ ધર્મયાત્રામાં ત્રિશલાનંદન વિર કી, જય બોલો મહાવીર કી ના નાદ ગુંજી ઉઠયા હતા. ઉપરોકત તસ્વીરોમાં પ્રભુજીના રથને પુજાના વસ્ત્રો ખેંચવાનો લાભ શ્રાવકો દ્વારા લેવામાં આવ્યો હતો. સમગ્ર ધર્મયાત્રાના રૂટ ઉપર અઢારે આલમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. નવકાર મહામંત્રના નવપદ મુજબ નવ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. ધર્મયાત્રામાં ભગવાન મહાવીરના જીવન-કવન, સંદેશ દર્શાવતા વિવિધ ફલોટસે આકર્ષણ જમાવ્યુ હતું. સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે ધર્મયાત્રા- ધર્મસભામાં પરિવર્તીત થઇ હતી. શ્રાવક-શ્રાવિકાઓએ પૂ.ગુરૂભગવંતના વ્યાખ્યાનનો લાભ લીધો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:04 PM IST)










