<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

અકિલા પરિવાર દ્વારા પ્રભુ મહાવીરના અક્ષત વધામણા

આજે ભગવાન મહાવીર જન્‍મકલ્‍યાણક નિમિતે રાજકોટ ખાતે જૈન સમાજ દ્વારા આયોજીત તથા જૈનમ પ્રાયોજીત ધર્મયાત્રા અકિલા કાર્યાલય પહોંચતા અકિલા પરિવાર  દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, સ્‍મિતાબેન સુનીલભાઇ રાયચુરા તથા કિરણબેન નિમિષભાઇ ગણાત્રા દ્વારા પ્રભુના અક્ષત વધામણા કરવામાં આવ્‍યા હતા. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભીશ્રી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સાથે રાજકોટ-૬૯ના ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહ, જૈન અગ્રણીઓ શૈલેષભાઇ માઉ, ભીમભાઇ, વિભાષભાઇ શેઠ, કમલેશભાઇ શાહ, જીતુભાઇ કોઠારી, મેહુલભાઇ દામાણી, નિલેશભાઇ શાહ, ભરતભાઇ દોશી, સુજીતભાઇ ઉદાણી, મયુરભાઇ શાહ સહિતના દર્શાય છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:04 PM IST)