તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 31st March 2026
અમેરિકાના સૈન્ય પાછળ અબજોના આંધળણ: દર સેકન્ડે ૯.૮ લાખનો ધુમાડો: રોજનો ૮,૪૫૫ કરોડનો જંગી ખર્ચ
યુદ્ધના મેદાનમાં ડૉલરોનો ખેલ: સુપરપાવર અમેરિકાનું સંરક્ષણ બજેટ દુનિયાને હચમચાવી દે તેવું:હથિયારો અને સૈનિકો પાછળ દર મિનિટે કરોડો રૂપિયા પાણીની જેમ વહ્યા: પેન્ટાગોનનું ગણિત જોતા આખી દુનિયા સ્તબ્ધ:યુક્રેન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ખર્ચના તમામ રેકોર્ડ તૂટ્યા: અમેરિકાના દેવામાં વધારો છતાં સૈન્ય શક્તિ વધારવા પાછળ કોઈ બાંધછોડ નહીં: યુદ્ધનો આ ભયાનક ખર્ચ સામાન્ય માણસની કલ્પના બહાર

નવી દિલ્હી: દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના સૈન્ય ખર્ચના જે આંકડા સામે આવ્યા છે તે જોઈને કોઈ પણના હોશ ઉડી જાય તેમ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકા પોતાની સૈન્ય શક્તિ અને યુદ્ધ પાછળ દર સેકન્ડે અંદાજે ૯.૮ લાખ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. જો આ આંકડાને દિવસમાં ફેરવવામાં આવે તો અમેરિકા દરરોજ ૮,૪૫૫ કરોડ રૂપિયાનો ધુમાડો કરી રહ્યું છે. અત્યારે ચાલી રહેલા રશિયા-યુક્રેન જંગ અને ઈઝરાયેલ-હમાસ વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાની સીધી કે આડકતરી સંડોવણીને કારણે આ ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. પેન્ટાગોનના અહેવાલો મુજબ, આધુનિક હથિયારો, પરમાણુ મિસાઈલો અને દુનિયાભરમાં ફેલાયેલા સૈન્ય બેઝને નિભાવવા પાછળ આટલી મોટી રકમ ખર્ચાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આટલા મોટા ખર્ચને કારણે અમેરિકાની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી શકે છે, છતાં પોતાની સર્વોપરિતા જાળવી રાખવા માટે અમેરિકા આ 'યુદ્ધના ખેલ'માં પાછું પડવા તૈયાર નથી.
યુદ્ધના આ આર્થિક બોજને હળવો કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આરબ દેશો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા હોય તેવું જણાય છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સંકેત આપ્યો છે કે પ્રમુખ ટ્રમ્પ આરબ રાષ્ટ્રોને આ યુદ્ધનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરવા માટે કહી શકે છે, જેવું 1990ના ગલ્ફ વોર દરમિયાન થયું હતું. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે કારણ કે અમેરિકા અને ઈઝરાયલ કોઈ પણ પ્રાદેશિક ભાગીદારોને સામેલ કર્યા વિના એકપક્ષીય રીતે આ કાર્યવાહી કરી રહ્યા છે. બીજી તરફ, ઈરાને કોઈપણ મંત્રણા માટે શરત મૂકી છે કે અમેરિકાએ યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવું પડશે અને વળતા પ્રહાર તરીકે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પણ તેજ કર્યા છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
