News of Tuesday, 31st March 2026
ખીમાણી પરિવાર તથા લોહાણા સમાજનું ગૌરવ
ડો.ચિરાગ નરેશભાઈ ખીમાણી

રાજકોટઃ સરસ્વતી સ્કૂલ, જૂનાગઢના સંચાલકશ્રી નરેશભાઈ ખીમાણીના પુત્ર ડો. ચિરાગે એલકેજી થી ધોરણ ૧૨ સુધી ઈંગ્લીશ મિડીયમ માં જ અભ્યાસ કરેલ છે. તેમણે ૨૦૧૬માં જામનગર ખાતે સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસ એડમિશન મેળવી ૨૦૨૦ માં પ્રથમ પ્રયત્ને ડિસ્ટિન્ક્શન સાથે પરીક્ષા પાસ કરી એમબીબીએસની ડિગ્રી મેળવી. ત્યારબાદ ૨૦૨૨ માં પીજી નીટ પ્રથમ પ્રયત્ને પાસ કરી અમદાવાદની નામાંકિત સરકારી મેડિકલ કોલેજ વી. એસ. હોસ્પિટલ (એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ)માં એમડી જનરલ મેનેજરમાં એડમિશન મેળવી ૨૦૨૫ માં પ્રથમ પ્રયત્ને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલ. ત્યારબાદ તેમણે પ્રથમ પ્રયત્ને જ એસએસ નીટ (સુપર સ્પેશિયાલિટી નીટ) પરીક્ષા પાસ કરી ઓલ ઈન્ડિયા ૮૮૭ મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. તા.૨૩-૦૩-૨૦૨૬ ના રોજ તેમણે ભારતની સૌથી નામાંકિત બી. જે. મેડિકલ સરકારી કોલેજ (યુ. એન. મહેતા)માં ડીએમ કાર્ડીયોલોજી (હૃદયરોગના નિષ્ણાત) માં એડમિશન મેળવ્યું છે. આ બદલ તેમને અનેક શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. ખૂબ જ નોંધનીય બાબત છે કે તેમણે કોઈ પણ કોલેજમાં એડમિશન માટે ડોનેશન અપેલ નથી. માત્ર મેરીટના આધારે જ એડમિશન મેળવેલ છે. તેમના ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. સંપર્કઃ નરેશભાઈ ખીમાણી - ૯૮૨૪૦ ૯૫૩૮૮, પ્રદિપભાઈ ખીમાણી - ૯૪૨૬૭૧૭૦૦૦, જગદીશભાઈ ખીમાણી - ૯૪૨૮૮૪૦૪૦૦.
(3:52 PM IST)










