<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

યુદ્ધની પરિસ્‍થિતિને પગલે પ્‍લાસ્‍ટિક ઉદ્યોગને રાહત આપો : જીએસપીએમએ

અમદાવાદ : ગુજરાત સ્‍ટેટ પ્‍લાસ્‍ટિક મેન્‍યુફૅકચરર્સ એસોસીએશન દ્વારા જે યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં ઉદ્યોગ સમક્ષ ઉભી થયેલી ગંભીર પડકારજનક પરિસ્‍થિતિ અંગે વિસ્‍તળત માહિતી આપવામાં આવી હતી.વર્તમાન પヘમિ એશિયા યુદ્ધ તણાવને કારણે આંતરરાષ્‍ટ્રીય સપ્‍લાય ચેઇનમાં વ્‍યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. સાથે સાથે, કાચા માલની ઉપલબ્‍ધતા અનિયમિત બનતાં ઉત્‍પાદનની સતતતા જાળવવી મુશ્‍કેલ બની રહી છે.આ તમામ પરિબળોના સંયુક્‍ત પ્રભાવથી પ્‍લાસ્‍ટિક ઉદ્યોગ, ખાસ કરીને MSME સેગમેન્‍ટ, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, જે ઉદ્યોગની સ્‍થિરતા અને રોજગાર પર સીધી અસર કરે છે. તેમ જણાવાયું હતું.

(2:23 PM IST)