<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ભાવનગરના વાળુકડમાં હત્‍યાના ત્રણ આરોપીઓ ઝડપાયા

 

 ભાવનગર તા.૩૧: ઘોઘા તાલુકાના વાળુકડ ગામે  પ્રેમ લગ્નનો ખાર રાખીને ચાર શખ્‍સોએ એક યુવાનને રહેંસી નાખ્‍યો હતો.  પોલીસે આ મામલે ત્‍વરિત કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.

વાળુકડ ગામના અનિલભાઈ કાળોતરાના ૨૮ વર્ષીય પુત્ર રવિભાઈ ઉર્ફે લાલાએ જાનવીબેન નામની યુવતી સાથે અમદાવાદ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી ઉશ્‍કેરાયેલા પક્ષના શખ્‍સોએ રવિભાઈને પતાવી દેવાનું કાવતરું ઘડ્‍યું હતું. ગત ૨૮ માર્ચની રાત્રે રવિભાઈ જ્‍યારે પોતાની એક્‍સેસ ગાડી લઈને ગામના બસ સ્‍ટેન્‍ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્‍યારે હુમલાખોરોએ તેમને આંતરી લીધા હતા. આરોપીઓએ રવિભાઈને નીચે પછાડી, ગળા અને છાતીના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે રવિભાઈનું કરુણ મોત નીપજ્‍યું હતું.

આ ઘટના અંગે મળતકના પિતાએ ચાર શખ્‍સો વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો એક્‍શનમાં આવ્‍યો હતો. વરતેજ પોલીસે રવિવારે સિહોરના રહેવાસી હરેશ ઉર્ફે હરી ગોપાભાઈ આલ, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને રોહિતભાઈ કનૈયાલાલ ઉર્ફે કાળુભાઈ શિહોરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(10:45 AM IST)