<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઈલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહનઃ વધુ ૧ વર્ષ માટે RTO ટેક્‍સમાં ૫% રાહત વધુ યથાવત

નવા બિલ્‍ડિંગ પ્‍લાનમાં ચાર્જિંગ સુવિધા વધારવા સરકાર કક્ષાએથી આયોજન જરૂરી

અમદાવાદઃ રાજ્‍યભરમાં ઈલેક્‍ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્‍સાહન આપવા માટે સરકારે RTO ટેક્‍સમાં અપાતી પાંચ ટકા રાહત વધુ એક વર્ષ માટે યથાવત રાખવાનો મહત્‍વનો નિર્ણય કર્યો છે. હવે ૩૧ માર્ચ-૨૦૨૭સુધી ઇલેક્‍ટ્રિક વાહન ખરીદનારાઓએ ૬ ટકાના બદલે માત્ર ૧ ટકો RTO ટેક્‍સ ચૂકવવો પડશે. આ નિર્ણયથી ટુ-વ્‍હીલર અને ફોર-વ્‍હીલર ઈલેક્‍ટ્રિક વાહનોના વેચાણમાં તેજી આવવાનો અંદાજ છે. અમદાવાદમાં હાલ દર મહિને સરેરાશ ર હજારથી વધુ ઇલેક્‍ટ્રિક વાહનોનું વેચાણ થાય છે. નિષ્‍ણાતોના મતે, શહેરમાં ચાર્જિગ ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર હજુ નબળું છે, તેથી નવા બિલ્‍ડિંગ પ્‍લાનમાં ચાર્જિગ સુવિધા વધારવા સરકાર કક્ષાએ આયોજન થવું અનિવાર્ય છે. ઉલ્‍લેખનીય છે કે રાહત ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પુરી થતી હતી. ટેક્‍સમાં રાહત જળવાઈ રહેવાથી આગામી સમયમાં ચ્‍સ્‍ સેગમેન્‍ટમાં ઝડપી વૃદ્ધિ નોંધાય તેવી સંભવિતતા છે. મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પ્રયત્‍નો છતાં લક્ષ્યાંક મુજબ જાહેર ચાર્જિગ સ્‍ટેશનો ઊભા થઈ શક્‍યા નથી.(૪૦.૧૮)

બાંધકામ સ્‍કીમમાં પ્રત્‍યેક યુનિટ દીઠ ચાર્જિગ પોઈન્‍ટનો નિયમ લાવવો જોઈએ

ઉચ્‍ચ અધિકારીઓએ જણાવ્‍યું કે, જો નવા બાંધકામના પ્‍લાન મંજૂર કરતી વખતે જ દરેક રહેણાંક અને કોમર્શિયલ સ્‍કીમમાં પ્રત્‍યેક યુનિટ મુજબ ચાર્જિગ પોઈન્‍ટ ફરજિયાત કરવામાં આવે, તો જાહેર સ્‍ટેશનો પરનું ભારણ ઘટી શકે છે.

ઇલેક્‍ટ્રિક વાહન પર સબસિડી ફરી શરૂ કરવાનો મત

વાહન ડીલરોના જણાવ્‍યા અનુસાર, જ્‍યારે સબસિડી મળતી હતી ત્‍યારે વેચાણનો ગ્રોથ ઘણો ઊંચો હતો. સબસિડી બંધ થતા વેચાણની ગતિ ધીમી પડી છે. જો સબસિડી ફરી શરૂ કરવામાં આવે. તો ગ્રાહકો જુના વાહનો બદલીને ઇલેક્‍ટ્રિક વાહનો ખરીદવા વધુ પ્રેરાશે.

(10:07 AM IST)