<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

"બંગાળના લોકોના લોકશાહી અધિકારો સામે મોટું કાવતરું :મમતા બેનર્જીએ લખ્યો ચૂંટણી કમિશ્નરને પત્ર

ભાજપના એજન્ટો પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં હજારો નકલી ફોર્મ 6 અરજીઓ સબમિટ કરતા રંગે હાથે પકડાયા

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે મુખ્યમંત્રી  મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું, "બંગાળના લોકોના લોકશાહી અધિકારો સામે ઘડવામાં આવી રહેલા મોટા કાવતરા પર હું ઊંડી ચિંતા વ્યક્ત કરું છું. ભાજપના એજન્ટો પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં હજારો નકલી ફોર્મ 6 અરજીઓ સબમિટ કરતા રંગે હાથે પકડાયા છે જેથી બંગાળની મતદાર યાદીમાં બહારના અને બિન-નિવાસીઓનો સમાવેશ થાય. આ મતદારોને હાઇજેક કરવાનો પ્રયાસ છે, એ જ ગંદી રમત જે ભાજપે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સફળતાપૂર્વક રમી હતી."

(10:47 PM IST)