
રાફેલ-સુખોઈ આકાશમાં ગર્જ્યા, ડ્યુટી પાથ પર જોવા મળ્યો 'ડેરડેવિલ્સ શો'; પરેડમાં આર્મીની આકર્ષક શૈલી : 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભરમાં જીવંત ઉજવણી, ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ડ્યુટી પાથ પર ગણતંત્ર દિવસની પરેડમાં ઘણા રાજ્યો અને મંત્રાલયોની ઝાંખીઓ જોવા મળી હતી. પરેડમાં ભારતની સિદ્ધિઓ અને પ્રગતિ દર્શાવવામાં આવી હતી.1:14 PM IST
“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ આધારિત ગુજરાતના ટેબ્લોએ 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર જમાવ્યું અનેરું આકર્ષણ : ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ વિષય આધારિત ઝાંખી અને 'મણિયારા રાસ'ના તાલે ઝુમતા કલાકારો સૌને રોમાંચિત કર્યા : 'કર્તવ્ય પથ' પરથી વિવિધ રાજ્યો-વિભાગોના 31 ટેબ્લો રજુ થયા : રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા : ગુજરાતની જીતની હેટ્રિક હાથવેંત છેટી ! રાજ્યના ટેબ્લોને વિજેતા બનાવવા MyGov પર જઈ ભરપૂર વોટિંગ કરો અને ગુજરાતને વિજેતા બનાવવામાં આપનું યોગદાન આપો11:59 AM IST
પ્રજાસતાક દિવસની પરેડ જોઈને પાકિસ્તાનમાંથી અભિનંદન આવ્યા:દુશ્મન દેશ પણ પરેડ જોઈને ઓળઘોળ : પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમાએ કહ્યું કે ભારત પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવાનો અભિગમ છે, પીએમ મોદીએ મોટો છગ્ગો ફટકાર્યો છે. જ્યારે આપણે હંમેશા આપણી પોતાની વાતો લખતા અને બોલતા રહીએ છીએ. આપણા દેશને સમજાતું નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે.11:45 PM IST
કોરોના ચીનની જ એક પ્રયોગશાળા માંથી લીક થયો:અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)નો મોટો દાવો : ચીન પ્રત્યે ટ્રમ્પનું વલણ બદલાઈ ગયું:ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ, CIA ના એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ કુદરતી રીતે ઉત્પન્ન થયો નથી પરંતુ લેબમાંથી બહાર આવ્યો છે.11:46 PM IST
બાંગ્લાદેશ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી:ઢાકાને આપવામાં આવતી તમામ મદદ તાત્કાલિક અસરથી બંધ : ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અપરાધોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્રને બાંગ્લાદેશ વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી11:42 PM IST
UBT નેતા શિંદેના સંપર્કમાં : મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે આપ્યું મોટું નિવેદન: રાજકીય ગરમાવો : મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદય સામંતે પણ વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ છાવાની રિલીઝ પર ચેતવણી આપી:કહ્યું -જો છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મમાંથી વાંધાજનક સીન હટાવવામાં નહીં આવે તો તેને રિલીઝ થવા દેવામાં આવશે નહીં.11:34 PM IST
પ્રેમને પામવા 'સવિતા' લિંગ પરિવર્તન કરાવીને 'લલિત' બની :પોલીસે પકડ્યા તો બોલી- 'અમે સાથે રહેવા માંગીએ છીએ' : પૂજાના સગપણ માટે તેના પિતા મુરતિયા શોધતા તેણે ભણવા જવાનું કહીને ઘર છોડીને લલિત ઉર્ફે સવિતા પાસે મથુરા પહોંચી;બન્ને પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા:મોબાઈલ લોકેશન ટ્રેસ કરતી જયપુર પોલીસ મથુરા પહોંચી7:45 PM IST
મહાકુંભમેળામાં જવા માટે અરવલ્લીથી નીકળેલી કારને મધ્યપ્રદેશમાં ગોઝાર અકસ્માતઃ ૩ ગુજરાતીઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોતઃ અન્ય બે ને ગંભીર ઇજા : શ્રદ્ધાળુઓની કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું11:53 AM IST
મથુરા- વૃંદાવનના પ્રેમાનંદ મહારાજની અચાનક તબિયત લથડી:ભક્તોમાં ભારે ચિંતાની લાગણી : મહારાજજી તેમના ભક્તો સાથે વૃંદાવનના કેલી કુંજથી ગોવર્ધન મહારાજની ગિરિરાજ પરિક્રમા કરવા ગયા હતા: પરિક્રમા કરતી વખતે અચાનક તેમની તબિયત લથડી પ્રેમાનંદ મહારાજજીના ભક્તો રાધારાણીને પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રેમાનંદ મહારાજ જલ્દીથી સ્વસ્થ થઈ જાય.5:43 PM IST
આજે 26 જાન્યુઆરી દિવસ જ પંજાબ અને હરિયાણામાં આંદોલનકારી ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર માર્ચનું કર્યું એલાન : કિસાન મઝદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા કૂચના નેતૃત્વ હેઠળ ખેડૂતો સરકાર પાસે લઘુત્તમ ટેકાના ભાવ અને કૃષિ માર્કેટિંગ પર રાષ્ટ્રીય નીતિનો ડ્રાફ્ટ પાછો ખેંચવાની માંગ કરી રહ્યાઃ એક લાખ ટ્રેક્ટરનો સમાવેશ કરવામાં આવશે3:12 PM IST
વિશ્વ વિખ્યાત ગઝલ સમ્રાટ પંકજ ઉઘાસને પદ્મ ભૂષણ અને દિગજ્જ ગાયિકા શારદા સિંહાને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કાર:કથ્થક નૃત્યાંગના કુમુદિની લાખિયાને પદ્મવિભૂષણ અને ઝાયડ્સ કેડિલાના પંકજ પટેલને પદ્મભૂષણ એવોર્ડ : કુલ 7 પદ્મ વિભૂષણ - 19 પદ્મ ભૂષણ અને 113 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારોની ઘોષણા: વિખ્યાત વાસ્તુકાર ચંદ્રકાન્ત સોમપુરા,સાહિત્યકાર સ્વ, ચંદ્રકાન્ત શેઠ અને જાણીતા કવિ તુષાર શુક્લને પદ્મશ્રી પુરષ્કાર :ફિલ્મ નિર્દેશક શેખર કપૂર અને સાધ્વી ઋતંભરાને પદ્મભૂષણ 10:45 PM IST
વીરતા પુરસ્કારોની જાહેરાત : મેજર મંજીત અને નાયક દિલવર ખાનને કીર્તિ ચક્ર, 14 વીરોને શૌર્ય ચક્ર, જુઓ સંપૂર્ણ યાદી : આર્મી મેજર આશિષ દહિયા,મેજર કુણાલ,સુબેદાર વિકાસ તોમર,સુબેદાર મોહન રામ,હવાલદાર રોહિત કુમાર ડોગરા (મરણોત્તર),મેજર સત્યેન્દ્ર ધનકડ,કેપ્ટન દીપક સિંહ (મરણોત્તર), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઇશેથુંગ કિકોન, આસિસ્ટન્ટ ડાભી સંજય,હવાલદાર પ્રકાશ તમાંગ વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ અમન સિંહ હંસને શૌર્ય ચક્રથી સન્માનિત કરાશે12:44 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાSOU પરિસરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી થઇ આમિર ખાને રાષ્ટ્રધ્વજને સલામી આપી : આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પૂરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી :આવી વિશાળ પ્રતિમાને સાકાર કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનું છું:આમિર ખાન9:58 PM IST
કાયદામાં સમાનતા હોવી જોઈએ. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે અલગ અલગ કાયદા અમલમાં છે: શક્તિસિંહ ગોહિલ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે ગણતંત્ર દિવસની ઉજવણી:પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે, ધ્વજવંદન કરી કાર્યકરો સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી6:27 PM IST
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રજાસત્તાક પર્વ”ની ઉજવણી સમારોહ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયો: નયનાબેન પેઢડીયાએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી : પ્રજાસત્તાક પર્વ દિને શહેરીજનોને મેયરની ભેટ: શહેરી બસ સેવાની સુવિધામાં વધારો કરવા માટે મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ: શહેરના ત્રિકોણબાગ, ગોંડલ ચોકડી, આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી તથા કોઠારીયા ગામથી “અટલ સરોવર” જવા વિશેષ બસ સેવા શરૂ કરાય: ગોંડલ ચોકડીથી શાપર(વેરાવળ) સુધી નિયમિત અપડાઉન કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા, ગોંડલ ચોકડીથી શાપર(વેરાવળ) સુધી જવા આવવા માટે, બી.આર.ટી.એસ. સ્ટોપ ગોંડલ ચોકડીથી દર ૧૫-૨૦ મિનિટના અંતરે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે: 1:44 PM IST
૮થી ૧૪ નવેમ્બર સુધી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીનો ભવ્ય જન્મજયંતિ મહોત્સવ : શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ અને પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા દીપાવલીથી લાભ પાંચમ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો : તા. ૧૩મીએ પૂજ્ય ગુરુદેવની જન્મજયંતિ નિમિત્તે લઘુરામયજ્ઞ, ષોડશોપચાર પૂજન, ભક્તિસંગીત, ચરણપાદુકા દર્શન, વિનામૂલ્યે સુપર મેગા નેત્રયજ્ઞ અને છોલે-પૂરી તથા ડ્રાયફ્રૂટ લચકાનો મહાપ્રસાદઃ તા. ૧૪મીએ અન્નકૂટ દર્શન10:03 AM IST
રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ કથીરીયા પર સણોસરામાં ઇલ્યાસ શેરસીયાનો લોખંડના પાઇપથી હુમલોઃ હાથના અંગુઠામાં ફ્રેકચરઃ મારી નાખવાની ધમકી પણ દીધી : એક વર્ષ પહેલા ઇલ્યાસ વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી તૂટી પડયોઃ ચેતનભાઇ ધ્વજવંદન કરીને ગામના ડાયાભાઇના બાઇકમાં બેસી ઘરે જવા નીકળ્યા ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે આંતરી લેવાયાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી 7:20 PM IST
રાજકોટની સોની બજારમાં ૧૯ વર્ષના સચીન મીણાના વાહનમાં લિફટ લઇ છરી બતાવી ૪ લાખના સોનાની લૂંટ : મેરે પૈર મેં ચોટ આઇ હૈ, આગે તક છોડ દે કહી અજાણ્યો શખ્સ પાછળ બેઠોઃ આગળ જતાં છરી અડાડી લૂંટી લીધો : મુળ રાજસ્થાનનો યુવાન જ્યાં કામ કરે છે ત્યાંથી કોઠારીયા ચોકી પાસેની દુકાને જઇ સોનાના તારની લગડી દેવા જતો હતો ત્યારે દુકાન નજીકથી જ લૂંટારૂ લિફટના બહાને બેસી ગયો હતોઃ ચિલ્લાયા તો છરી ઘુસેડ દુંગા કહી લગડી કાઢી લીધી અને કહ્યું-એક્ટીવા મોડ કે પીછે જા નહિ તો ચાકૂ ઘુસેડ દુંગાં: એ-ડિવીઝન પોલીસે, ક્રાઇમ બ્રાંચ, એલસીબીએ તપાસ આદરી ભેદ ઉકેલાઇ જવાની આશા2:29 PM IST
રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં નવીનીકરણ પામેલી પોલીસ ચોકીનું બ્રજેશકુમાર ઝાના હસ્તે લોકાર્પણ : સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિમાં પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા અને વેપારી અગ્રણીઓના સહયોગથી પોલીસ ચોકીને મળ્યો નવો ઓપ : પોલીસ અને પ્રજા વચ્ચે સહકારનું પ્રેરણાદાયી ઉદાહરણ : પોલીસ ચોકીના નવીનીકરણ માટે પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવાએ ઉઠાવેલી જહેમત અને સતત કરેલા પ્રયત્નોની ચોમેર પ્રશંસા : ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વેપારી અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓની વિશેષ ઉપસ્થિતિ10:42 AM IST
સાળંગપુરધામમા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પ્રજાસત્તાક દિન નિમિતે ત્રિરંગા વાઘાનો દિવ્ય શણગાર : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સિહાસને ગલગોટા અને સફેદ સેવંતીના લીલું ઘાસ એમ ત્રિરંગાની થીમવાળો કૂલ 300 કિલો ફુલનો શણગાર10:41 AM IST
બંધારણ નિર્માણ દ્વારા સ્વરાજકીય શાસન વ્યવસ્થાનાં પાયાની ઈંટ મુકનાર ભારતીય લોકતંત્રના મંત્રદ્રષ્ટા બાબાસાહેબ આંબેડકર દેશના સદૈવ સાર્વત્રિક પૂજનીય મહાપુરુષ : રાજુભાઈ ધ્રુવ : પ્રદેશ ભાજપ આયોજિત સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જામનગર શહેર ભાજપ દ્વારા યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને રાજુભાઇ ધ્રુવે કર્યું સંબોધન:બાબાસાહેબને જીવન દરમિયાન અને હયાતી બાદ પણ હળાહળ અન્યાય કરનાર,ભારતરત્ન ન આપનાર કોંગ્રેસ બંધારણના નામે મગરના આંસુ સારે છે :રાજુભાઇ ધ્રુવ 9:50 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST






























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































