તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લોકો દેશભક્તિના રંગે રંગાયાઃ . શ્રીનગરના લાલ ચોક પર લોકો ધામધૂમથી રાષ્ટ્રીય પર્વની કરી ઉજવણી
જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ શુભકામનાઓ આપી

શ્રીનગર, 25 જાન્યુઆરી 2025: દેશભરમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લોકો દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળે છે. શ્રીનગરના લાલ ચોક પર લોકો પ્રજાસત્તાક દિવસના અવસર પર ડાન્સ કરી રહ્યા છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ ગણતંત્ર દિવસની શુભકામના આપી છે. તેમણે કહ્યું કે, તમામને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ગણતંત્રના સંસ્થાપકો દ્વારા આપણને સોંપવામાં આવેલા સંવિધા આપણું માર્ગદર્શક બની રહે અને તેમાં જે લોકોએ તેની રક્ષા માટે શપથ લીધા તે તમામ અને હંમેશા પોતાના શપથ ખરા ઉતરે.
દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ધૂમ છે. આજે દેશ 76મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે, તે અંતર્ગત દિલ્હીના કર્તવ્ય પથ પર પણ ભવ્ય સમારંભનુ આયોજન થઈ રહ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સામેલ હશે. સમારંભના મુખ્ય અતિથિ ઈંડોનેશિયાના રાષ્ટ્પતિ પ્રબોવો સુબિઆંતો છે. ઠેર ઠેર ઝંડા ફરકાવવામાં આવી રહ્યા છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
