News of Sunday, 26th January 2025
જયેશ રાદડિયાએ ફરી આકરાપાણીએ :સમૂહ લગ્નોત્સવમાં નામ લીધા વિના કહ્યુ-સમાજના અમુક ટપોરીઓ હવનમાં હાડકા નાખે છે
ધારાસભ્ય જયેશ રાદડિયાના યજમાન પદે રજવાડી ઠાઠથી 9મો શાહી લગ્નોત્સવ યોજાયો:511 લેઉવા પટેલ દીકરીઓનુ જયેશ રાદડિયાએ કન્યાદાન કર્યુ:લગ્ન સમારોહમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા

જેતપુરના ધારાસભ્ય અને લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠી જયેશ રાદડિયાના યજમાન પદે રજવાડી ઠાઠથી 9મો શાહી લગ્નોત્સવ યોજાયો હતો. જેમા 511 લેઉવા પટેલ દીકરીઓનુ જયેશ રાદડિયાએ કન્યાદાન કર્યુ હતુ. આ લગ્ન સમારોહમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક રાજકીય અગ્રણીઓએ હાજરી આપી દીકરીઓને આશિર્વચન આપ્યા હતા.
જો કે આ સમારોહ દરમિયાન પણ જયેશ રાદડિયાનો તેમના વિરોધીઓ પર ફરી એકવાર આક્રમક અંદાજ જોવા મળ્યો હતો અને નામ લીધા વિના તેમણે વિરોધીઓને ઝાટકી નાખ્યા હતા. નામ લીધા વિના રાદડિયાએ સમાજના વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યુ સમાજના 2 ટકા ટપોરીઓ હવનમાં હાડકાં નાખી રહ્યા છે, રાદડીયા પરિવાર પર સોશિયલ મીડિયામાં બેફામ લખે છે
વધુમાં તેમણે કહ્યુ કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે. રાજનીતિમાં નથી તેવા લોકો રાદડીયાને પાડવાના પ્રયાસમાં લાગ્યા છે. રાદડીયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે
જયેશ રાદડિયાએ નામ લીધા વિના કહ્યુ સમાજ મારી પાસે આવે તો તમને વાંધો શું છે ? મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મુકીને એકવાર રાજનીતિમાં આવી જાવ, રાજનીતિનું મેદાન ખૂલ્લું છે, અહીં કોઇના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી, વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા સમાજને પૂછીને રાજનીતિમાં નથી આવ્યા. ત્રેવડ હોય તો રાજનીતિમાં આવો, સમાજ સ્વીકારીને બેસાડી દેશે, દર વખતે સમાજને વચ્ચે રાખીને કેમ રાજનીતિ કરો છો
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
