તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
અમદાવાદના 8 ઓવરબ્રિજ નીચે અંડર સ્પેસ ડેવલપ કરાશે: 37 કરોડના ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનાવાશે
-- લેન્ડ સ્કેપ વીથ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, બોકસ ક્રીકેટ સહીતની ઈન્ડોર ગેમ્સનું આયોજન

અમદાવાદમાં આવેલાં દિનેશ ચેમ્બર ફલાય ઓવર, રાજેન્દ્રપાર્ક ફલાય ઓવર,અંજલી ફલાય ઓવરબ્રિજ સહીતના આઠ બ્રિજ નીચે આવેલાં અંડરસ્પેસ એરિયામાં રૂપિયા 37 કરોડના ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનશે. બ્રિજ નીચે આવેલી જગ્યામાં લેન્ડ સ્કેપ વીથ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, બોકસ ક્રીકેટ સહીતની ઈન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવશે. પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જૈકશન પાસે નેશનલ હાઈવે ઓથોરીટીની પરમિશન મળ્યા પછી આયોજન કરવામાં આવશે.
આ ઓવર બ્રિજ નીચે અંડર સ્પેસ ડેવલપ કરાશે જેમાં દિનેશ ચેમ્બર ફલાય ઓવરબ્રિજ, રાજેન્દ્ર પાર્ક ફલાય ઓવરબ્રિજ, થોડાસર ફલાય ઓવરબ્રિજ, અંજલી ફલાય ઓવરબ્રિજ, શાહીબાગ રેલવે ઓવરબ્રિજ, ગુરૂજી રેલવે ઓવરબ્રિજ.ગુજરાત કોલેજ ફલાયઓવરબ્રિજ, પેલેડીયમ મોલ તથા કારગીલ જંકશન પાસે
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
