તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
પાટણના સમીમાં બે કાર અને એક ઈક્કો વચ્ચે ગમખ્વાર અકસ્માત :બે લોકોના ઘટના સ્થળે જ મોત :બે લોકો ગંભીર
સમીના ઝીલવાણા અને કઠીવાડા વચ્ચે ગોઝારો અકસ્માત :બંને મૃતકો શંખેશ્વર તાલુકાના રહેવાસી

પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા છે. સમીના ઝીલવાણા અને કઠીવાડા વચ્ચે બનેલી આ દુર્ઘટનામાં બે કાર અને એક ઈક્કો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માતની વિગતો મુજબ, બે કાર અને એક ઈક્કો એકબીજા સાથે અથડાઈ હતી, જેના પરિણામે કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ ઠાકોર રમેસજી ડુંગરભાઈ અને રબારી ભીખાભાઇ પુંજાભાઈ તરીકે થઈ છે. બંને મૃતકો શંખેશ્વર તાલુકાના રહેવાસી હતા. આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
